Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

તેલંગાણાની એક લોકસભા સાંસદને વોટરોને પૈસા વહેંચવાના આરોપમાં સ્થાનિક અદાલતે 6 માસની જેલની સજા ફટકારી

નવી દિલ્‍હી : તેલંગાણાની એક લોકસભા સાંસદને વોટરોને પૈસા વહેંચવાના આરોપમાં સ્થાનિક અદાલતે 6 માસની જેલની સજા ફટકારી છે અને 10000 રૂપિયા દંડ ભરવા માટે પણ હુકમ કર્યો છે.તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સાંસદ એમ કવિતા અને તેમના સાથીદારને અદાલત દ્વારા દોષી ઠેરવાયા છે.

જોકે અપર કોર્ટમાં તેમણે કરેલી અપીલ બાદ બંનેને જામીન મળી ગયા છે. જોકે ભારતમાં આ પહેલો કેસ છે જેમાં કોઈ અદાલત દ્વારા કોઈ સાંસદને આ પ્રકારની સજા ફટકારી હોય.

ભારતમાં ચૂંટણીઓમાં મતદારોને લોભ લાલચ આપવા બહુ સામાન્ય વાત ગણાય છે ત્યારે કોર્ટે કરેલી કાર્યવાહીના કારણે હવે એક અલગ ચીલો પડવાની શક્યતા પણ ઉભી થઈ છે.

આ કેસમાં આરોપ હતો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ કવિતાના સાશીદાર શૌક અલીને ચૂંટણી વખતે મતદારોને પૈસા વહેંચતા રંગેહાથ પકડવામાં આવ્યો હતો.તેણે વોટરોને કવિતાના પક્ષમાં મત આપવા માટે પૈસા આપવાની વાત કબૂલી પણ હતી.

આ મામલામાં શૌકત અલી અને કવિતા સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને કોર્ટમાં ચાલેલી સુનાવણી બાદ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે.

(3:32 pm IST)