Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ટોકિયો ઓલિમ્પિકમાં મેરી કોમએ બાજી મારી : ડોમેનિકીને ૪-૧ થી હરાવી જીત સાથે મેરી કોમે 16 ના રાઉન્ડમાં પ્રવેશ કર્યો

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ પર રાષ્ટ્રની નજર છે. 32 ના મહિલા ફ્લાઇટવેટ (48-51 કિગ્રા) રાઉન્ડમાં, મેરી કોમે ડોમિનિકન ગણરાજ્યની મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયા સામે ટકરાઈ. જેમાં મેરી કોમે મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયાને 4-1થી હરાવી હતી. આ જીત સાથે મેરી કોમે 16 ના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

ભારતની મેરી કોમે ડોમિનિકન ગણરાજ્ય મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયા સામેની તેની પ્રથમ મેચમાં મેરી કોમને પહેલી જ રાઉન્ડથી એક્શનમાં જોઈ હતી. આવતાની સાથે જ તેણે માર મારવાનું શરૂ કરી દીધું. જેનો મિગુલિના સામનો કરી શકી નહીં.

આપને જણાવી દઈએ કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારત મેડલ જીતવાની વધુ એક ઉમ્મીદ નિરાશામાં ફેરવાઈ છે. આ આશા ટેનિસની મહિલા ડબલ્સ સ્પર્ધામાં આ વખતે તૂટી ગઈ છે, જ્યાં ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાને પહેલા રાઉન્ડમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સાનિયા અને અંકિતાની જોડી પહેલા રાઉન્ડમાં યુક્રેનની મહિલા જોડીથી હારી ગઈ છે.

(3:09 pm IST)