Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ટેનિસ વુમન્સ ડબલમાં નિરાશા : સાનિયા-અંકિતાનો પરાજય : લિડમયલા-કિચનોકની જોડીએ હાર આપી

પહેલો સેટ 6-0થી જીતનારા સાનિયા-અંકિતાને બીજા સેટમાં 6-7 અને ત્રીજા સેટમાં 8-10થી હારનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી ::ભારતની સાનિયા મિર્ઝા-અંકિતા રૈનાની જોડીને મળી હારનો સામનો કરવો પડ્યો હતો.પહેલો સેટ 6-0થી જીતનારા સાનિયા-અંકિતાને બીજા સેટમાં 6-7 અને ત્રીજા સેટમાં 8-10થી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ચૂકી છે.

સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના પ્રથમ મુકાબલામાં યુક્રેનની નાદિયા અને લિડમયલા જોડી સામે ઉતર્યા હતા. ભારતના સાનિયા અંકિતાની જોડીએ પહેલો સેટ જીતી લીધો છે. તેમણે 6-0થી આ સેટ પોતાના નામે કર્યો હતો.

પ્રથમ સેટ હારનારી લિડમયલા અને નાદિયાની જોડી બીજા સેટમાં સાનિયા-અંકિતાને ટક્કર આપી રહ્યા હતી. બીજા સેટમાં લિડમયલા અને નાદિયા કિચનોકની જોડી કમાલ કરી રહી હતી. બંને સાનિયા-અંકિતાની જોડીને બરાબર ટક્કર આપી હતી.

સાનિયા-અંકિતાને બીજા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લિડમયલા ને નાદિયા કિચનોકની જોડીએ બીજો સેટ 7-6થી જીતી લીધો હતો આ સેટમાં જોરદાર ટક્કર જોવા મળી હતી . બીજો સેટ 58 મિનિટ સુધી ચાલ્યો હતો.

સાનિયા- અંકિતાની જોડીને લિડમયલા અને નાદિયા કિચનોકની જોડીએ હાર આપી છે. પહેલો સેટ 6-0થી જીતનારી સાનિયા-અંકિતાને બીજા સેટમાં 6-7 અને ત્રીજા સેટમાં 8-10થી હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલા જ રાઉન્ડમાં બહાર થઇ ચૂક્યા છે.

વિમ્બલ્ડનના સમાપન બાદ યુનાઈટેડ કિંગડમમાં એક સાથે તાલીમ લેવાને કારણે મિર્ઝા-રૈનાની જોડી આ વર્ષ ટોક્યો ઓલમ્પિકમાં ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એક માત્ર જોડી હતી.

અમદાવાદની અંકિતા રૈનાની ટેનિસમાં જવાની ઈચ્છા તેમના ભાઈ અંકુર રૈનાને એક ક્લબમાં રમતા જોઈ વધી હતી.મહિલા સિંગલ્સમાં તેમજ ભારતીય ટેનિસમાં ભારતીય નંબર 1 ખેલાડી 28 વર્ષીય અંકિતા રૈના ઓલમ્પિક  માટે ક્વોલિફાય કરનારી ગુજરાતની પ્રથમ મહિલા એથલિટ છે.

(11:44 am IST)