Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

પંજાબ બાદ રાજ્સ્થાન કોંગ્રેસમાં પણ સમાધાનની ફોરમ્યુલા રેડ્ડી: ઘીના ઠામમાં ઘી પડી ગયું ? પાયલોટનું કદ વધશે

નવીદિલ્હી: પંજાબ બાદ હવે કોંગ્રેસ હાઇકમાન્ડ રાજ્સ્થાન કોંગ્રેસમાં પણ થિગડું મારવામાં સફળ થયું હોવાનું બહાર આવ્યું છે. સમાધાનની ફોરમ્યુલા રેડ્ડી થઈ ગયાનું અને ઘીના ઠામમાં ઘી પડી ગયાનું જાણવા મળે છે. આ મુજબ હવે સચિન પાયલટ પણ સિદ્દધુ જેમ રાજસ્થાન  પ્રદેશ પ્રમુખ બનશે સાથે સાથે ૪ કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવશે.

રાજસ્થાન સંગઠનમાં બદલાવ સાથે સંભવિત આવતા સપ્તાહે રાજસ્થાન સરકારના મંત્રીમંડળનું પણ વીસ્તરણ કરાશે અને પાયલટ જુથના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરાશે તેવું બહાર આવ્યું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે પાટનગર જયપુર પહોંચી મુખ્યપ્રધાન અશોક ગેહલોતને કોંગી હાઈકમાંડના આ આદેશથી અવગત કર્યા છે

(11:00 am IST)