Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅંટનો કહેર : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ કેસ નોંધાયા : ત્રણ મહિના બાદ દૈનિક કેસમાં મોટો વધારો

કેલિફોર્નિયા પ્રાંત અને સૈન ફ્રાન્સિસ્કો શહેરમાં નવા કેસમાં સૌથી મોટો ઉછાળો :

નવી દિલ્હી : કોરોના મહામારીની બે લહેરોનો સામનો કરી ચુકેલા અમેરિકામાં ફરી દૈનિક કેસ વધવા લાગ્યા છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 67 હજાર નવા કેસ સામે આવ્યા છે. આશરે ત્રણ મહિના બાદ એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે નવા કેસમાં વધારો થયો છે. અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંત અને સૈન ફ્રાન્સિસ્કો શહેરમાં નવા કેસમાં ઉછાળ જોવા મળ્યો છે.

કેલિફોર્નિયા પ્રાંતના બીજા વિસ્તારના કુલનામાં આ શહેરમાં પાછલા સપ્તાહે નવા કેસમાં 81 ટકાનો વધારો થયો છે. અમેરિકાના બીજા પ્રાંતોમાં પણ આ સ્થિતિ છે. આ સમયે દેશના અડધાથી વધુ રાજ્યોમાં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. રોગ નિયંત્રણ અને નિવારણ માટે યુ.એસ. આરોગ્ય એજન્સી કેન્દ્ર (સીડીસી) અનુસાર, અમેરિકામાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાવી થઈ રહ્યો છે.

(12:38 am IST)