Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

૨૬ જુલાઈથી મેટ્રો અને બસ ૧૦૦% ક્ષમતા સાથે ચાલશે

સિનેમાહોલ-મલ્ટીપ્લેક્સને મળી છૂટ : કોરોનાના ઘટતા કેસને જોતા લોકોને રાહત આપવાનો નિર્ણય

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ ઘટી ગયા છે. તેને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ૨૬ જુલાઈ સવારે ૫ કલાકથી મેટ્રો અને બસોને ૧૦૦% ટકા ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય સિનેમા હોલ, થિએટર અને મલ્ટીપ્લેક્સને ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી છે.

દિલ્હી મેટ્રોમાં ઉભા રહી મુસાફરી કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. આ સિવાય અંતિમ સંસ્કાર અને લગ્નમાં ગેસ્ટની સંખ્યા ૧૦૦ રાખવામાં આવી છે. તો શાળા-કોલેજ ખોલવા પર હજુ દિલ્હી સરકાર કોઈ વિચાર કરી રહી નથી.  DDMA એ પોતાના નિવેદનમાં કહ્યું કે, હજુ સ્કૂલ શરૂ થશે નહીં અને બાળકોનો ઓનલાઇન અભ્યાસ યથાવત રહેશે. આ રીતે રેસ્ટોરન્ટ અને બારને ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પહેલા ૨૮ જૂને ડ્ઢડ્ઢસ્છ એ સિટી પાર્ક, ગાર્ડન, ગોલ્ફ કોર્સ અને બેક્નેટ હોલ સિવાય જીમ અને યોગ સંસ્થાઓને ૫૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી હતી. તે સમયે ડીડીએમએએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે બેક્નેટ હોલ માત્ર લગ્ન માટે ખુલશે. કોઈ અન્ય સામુહિક કાર્યક્રમ કરવાની મંજૂરી અપાશે નહીં. તે સમયે દિલ્હી સરકારે પોતાના આદેશ દ્વારા બીજા રાજ્યોથી આવતા લોકો માટે ઈ-પાસની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી.

(12:00 am IST)