Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

નીતિ આયોગે શું વેચવાનું છે તેની યાદી તૈયાર કરી

ખાનગીકરણનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે

નવી દિલ્હી, તા. ૨૪કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મોટા પાયે ખાનગીકરણના માર્ગે આગળ વધવાની તૈયારી કરી રહી છે. નાણાં મંત્રાલયે થિંક ટેંક નીતિ આયોગને આગામી વર્ષમાં સંપત્તિઓને વેચવાનો પ્લાન તૈયાર કરવા માટે જણાવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સરકાર તેમની ફન્ડિંગને જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે માર્ગે આગળ વધવા પર વિચાર કરી રહી છે. વેપારી સંગઠન ફિક્કી દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા નાણાં મંત્રાલયના સચિવ કે. રાજરાજને હાલમાં જણાવ્યું હતું કે, નીતિ આયોગે એક લાખ કરોડ રૂપિયાનું એસેટ મોનેટાઈઝેશન પ્લાન તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું કે, હવે અમે નીતિ આયોગને આગામી વર્ષ માટે પ્લાન તૈયાર કરવા જણાવ્યું છે. પ્લાન તૈયાર કરવાથી માર્કેટમાં સંકેત આપી શકાશે કે આગામી સમયમાં સરકાર કયા સેક્ટર્સમાં પોતાની ભાગીદારી વેચી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઈન્ફ્રા સેક્ટર્સમાં રોકાણને આકર્ષિત કરવા માટે કેટલાક જરૂરી પગાલ લીધા છે. ૨૦૧૯થી ૨૦૧૫ની વચ્ચે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પ્લાન હેઠળ ૧૧૧ લાખ કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

(8:41 am IST)