Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કંપનીની કાર ટેસ્ટિંગ સમયે ત્રીજા માળેથી પડતાં બેનાં મોત

ઓટો કંપની દ્વારા ટેસ્ટિંગ દરમિયાનની ઘટના : ઈમારતના ત્રીજા માળેથી કાર પડી જેનો ઉપયોગ કંપનીના શોરૂમ, ટેસ્ટિંગ સેન્ટર અને કાર પાર્કિંગના કારણે કરાયું

શાંઘાઈ, તા.૨૫ : ઓટો કંપનીઓ કારની સેફ્ટી અને મજબૂતીને પારખવા માટે કારનુ ટેસ્ટિંગ કરે છે પરંતુ તાજેતરમાં જ એક ઘટના સામે આવી છે જેમાં કારની ટેસ્ટિંગ દરમિયાન બે લોકોએ જીવ ગુમાવ્યા. ચીનની ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની નિયો સાથે આ ઘટના ઘટી છે. કંપનીના શાંઘાઈ સ્થિત હેડક્વાર્ટરના ત્રીજા માળેથી કાર નીચે પડી ગઈ જેમાં બે કર્મચારી હતા.

કંપનીના જણાવ્યા અનુસાર મૃતકમાં એક વ્યક્તિ કંપનીનો કર્મચારી છે જ્યારે બીજા તેમના પાર્ટનર કંપનીના કર્મચારી છે. કંપનીએ કહ્યુ કે આ ઘટના બુધવાર સાંજે સ્થાનિક સમયાનુસાર લગભગ ૧૭.૨૦ એ થઈ. જે સમયે કાર ત્રીજા માળેથી નીચે પડી તે સમયે તેમાં ડ્રાઈવર સહિત બે લોકો સવાર હતા.

નિયોએ કહ્યુ કે તેણે સરકારી અધિકારીઓ સાથે આ ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. અમુક અન્ય રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યુ છે કે ઈમારતના ત્રીજા માળેથી કાર પડી જેનો ઉપયોગ કંપનીના શોરૂમ, ટેસ્ટિંગ સેન્ટર અને કાર પાર્કિંગના કારણે કરવામાં આવી રહ્યુ હતુ.

ઘટના બાદ કંપનીએ કહ્યુ સાર્વજનિક સુરક્ષા વિભાગની સાથે મળીને કંપની આ મામલે તપાસ શરૂ કરી રહી છે અને ઘટનાના કારણોની જાણકારી મેળવવામાં આવી રહી છે. હાલ આ વાતની પુષ્ટિ થઈ છે કે આ એક દુર્ઘટના હતી અને આ કારના કારણે થઈ નથી. આ દુર્ઘટનાનુ અમને દુખ છે. અમારી સંવેદનાઓ અમારી સાથે કામ કરનારા કર્મચારી અને પાર્ટનર કંપનીના કર્મચારીના પરિવારની સાથે છે. બંનેના પરિવારની મદદ કરવા માટે એક ટીમ બનાવાઈ છે.

 

 

(7:50 pm IST)