Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઉડિયા અભિનેતા રાયમોહન પરિદાનો ઘરે જ લટકતી હાલતમાં મળ્‍યો મળતદેહ

વધુ એક ફેમસ એક્‍ટરે કર્યો આપઘાત

 નવી દિલ્‍હી,તા.૨૫ : જાણીતા ઉડિયા અભિનેતા અને જાત્રા કલાકાર રાયમોહન પરિદા શુક્રવારે ભુવનેશ્વરન પ્રાચી વિહારમાં તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવ્‍યા હતા. અભિનેતાની ઉંમર ૫૮ વર્ષની હતી પ્રાથમિક અહેવાલો અનુસાર પરિદાએ આત્‍મહત્‍યા કરી છે.  જોકે, અભિનેતાની આત્‍મહત્‍યા પાછળનું કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી. સમાચાર મળતાં જ મંચેશ્વર પોલીસના અધિકારીઓ અભિનેતાના ઘરે પહોંચ્‍યા અને મળતદેહને બહાર કાઢયો. મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજધાની હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યો છે.

 રાયમોહનના આકસ્‍મિક નિધનના સમાચારથી સમગ્ર ઓડિયા ફિલ્‍મ ઉદ્યોગ આઘાતમાં છે. આઘાતજનક સમાચાર મળ્‍યા બાદ સેંકડો ઓડિયા કલાકારો, સહ-અભિનેતાઓ અને ફેન્‍સ તેમના ઘરે એકઠા થયા હતા.

 ઓડિયા ફિલ્‍મ ડિરેક્‍ટર ચંડી પારિજાએ કહ્યું, ‘‘હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે રાયમોહન જેવો વ્‍યક્‍તિ આત્‍મહત્‍યા કરી શકે છે અને તે શા માટે આત્‍મહત્‍યા કરશે? તેનું પોતાનું ઘર હતું, એક પુત્રીના લગ્ન કર્યા હતા અને તે આર્થિક રીતે મજબૂત માણસ હતા. મને એવું કોઈ કારણ નથી લાગતું જેના લીધે તેણે આટલું મોટું પગલું ભરવાની ફરજ પાડી હોય

(4:18 pm IST)