Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 6 લાખથી ઓછા : નવા 48.618 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 64.524 દર્દીઓ રિકવર થયા : વધુ 1182 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.94.524 થયો :એક્ટિવ કેસ ઘટીને 5.90.537 થયા : કુલ કેસની સંખ્યા 3.01.82.479 થઇ

સૌથી વધુ કેરળમાં 11.546 કેસ,મહારાષ્ટ્રમા 9604 કેસ,તામિલનાડુમાં 5755 કેસ,આંધ્રપ્રદેશમાં 4458 કેસ, કર્ણાટકમાં 3310 કેસ, ઓરિસ્સામાં 2912 કેસ, આસામમાં 2793 કેસ,પશ્ચિમ બંગાળમાં 1933 કેસ, તેલંગાણામાં 1061 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 48.618 કેસ નોંધાયા છે. જ્યારે 64.524 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 48.618 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1182 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,94.524 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 48.618 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.01.82.479 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 5.90.537 થઇ છે છેલ્લા 24 કલાકમાં 64.524 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,91.85.559 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 11.546 કેસ,મહારાષ્ટ્રમા 9604 કેસ,તામિલનાડુમાં 5755 કેસ,આંધ્રપ્રદેશમાં 4458 કેસ, કર્ણાટકમાં 3310 કેસ, ઓરિસ્સામાં 2912 કેસ, આસામમાં 2793 કેસ,પશ્ચિમ બંગાળમાં 1933 કેસ, તેલંગાણામાં 1061 કેસ નોંધાયા છે

(1:02 am IST)