Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પ્રથમ વખત ટોકયો ઓલિમ્પિકસમાં સર્ફિંગ

લહેરો પર કરતબો, જોવા મળશે ગતિનો રોમાંચ

૨૦ મહિલા અને ૨૦ પુરૂષ રમતવીરો સર્ફિંગ ઈવેન્ટમાં પ્રવેશ કરશેઃ શોર્ટબોર્ડ ઈવેન્ટમાં, ૨ ગોલ્ડ મેડલ હોડમાં હશે

નવી દિલ્હીઃ પ્રથમ વખત ટોક્યો ઓલિમ્પિકસમાં એડવેન્ચર સ્પોર્ટસ ર્સફિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ર્સફિંગની શોર્ટબોર્ડ સ્પર્ધામાં પુરૂષ અને મહિલા કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ દાવ પર હશે. લાકડાની બોર્ડની મદદથી સમુદ્રની ઉંચી તરંગોને નિયંત્રિત કરતી વખતે ખેલાડી કરતબો કરે છે ત્યારે દર્શકો ઉત્સાહથી દ્રશ્યો જોવે છે. માનવામાં આવે છે કે આ રમત ચોથી સદી પહેલાથી પ્રચલિત છે.

આર્ટિફિશિયલ પુલો અને નદીઓમાં ર્સફિંગ

જો કે તે સમુદ્રના તરંગો પર રમવામાં આવતી રમત છે, પરંતુ હાલના સમયમાં આર્ટિફિશિયલ પુલ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઓલિમ્પિકસમાં ઇવેન્ટ ટોક્યોથી ૬૪ કિલોમીટર દૂર શિવાશિતા સમુદ્ર બીચ પર યોજાશે.

સર્ફિંગમાટેનાં ધોરણો

મોજાઓ સર્ફિંગ માટેનાં ધોરણો પણ ધરાવે છે. તરંગની ઉંચાઈ ૧ થી ૨૦ મીટર સુધીની હોવી જોઈએ. બીજું, તરંગોની પીલ એંગલ, એટલે કે, તે કઈ દિશામાં વધી રહી છે અને એક તરંગથી બીજી તરંગ તરફનો સમય પણ જોવામાં આવે છે.

શું છે નિયમો?

(૧) દરેક હીટ, એટલે કે રાઉન્ડ, ૪ સર્ફર્સ નિર્ધારિત સમયમાં ભાગ લેશે, (૨) તેમાંથી, ટોચના બે સ્કોરર્સ આગલા રાઉન્ડ માટે કવોલિફાય થશે, (૩) દરેક હીટ માટે ફાળવેલ સમય ૨૦-૨૫ મિનિટ છે, (૪) એક ખેલાડી એક સમયે ફકત એક લહેર સર્ફ કરી શકે છે, (૫) જો કોઈ અન્ય સર્ફર તેના માર્ગમાં અવરોધ લાવે છે, તો તેને દંડ થઈ શકે છે અને તેના પોઈન્ટ પણ કાપવામાં આવશે (૬) રાઇડરની ઓફ-વેવ સ્પીડ પરાક્રમો અને મુશ્કેલીઓના આધારે ૧ થી ૧૦ સુધીના પોઇન્ટ્સ સોંપવામાં આવશે.

(4:11 pm IST)