Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પૃથ્વીની પાસે ૨૦૦૦ તારાના ચક્કર લગાવી રહેલા એલીયન્સ સતત આપણેને જોયા રાખે છે

પૃથ્વી ઉપર રહસ્યમય રીતે નજર રાખી રહેલા પરગ્રહી એલીયન્સની સંભવિત આભા

ન્યુયોર્ક, તા. ૨૫ :. પૃથ્વીની ચારેબાજુ હયાત ૧૭૧૫ તારા આસપાસ એલીયન્સ ચક્કર લગાવી રહ્યા છે. આ તારા ધરતીથી ૩૫૦ વર્ષના અંતરે અંદરની બાજુ મોજુદ છે. વૈજ્ઞાનિકોએ સૌર મંડળના સર્વે બાદ એવો દાવો કર્યો છે. આમાથી ૧૪૦૨ તારા એવા છે કે જ્યાંથી એલીયન્સ સીધુ જ ધરતી ઉપર જોઈ રહ્યા છે. આમાથી ૭૫ તારા એવા છે કે જે ધરતી ઉપરથી મોકલાવાયેલ રેડીયો કિરણો પકડી રહ્યા છે. તમે એનાથી અંદાજો લગાવી શકો છો કે એલીયન્સ ધરતી ઉપર સૌર મંડળમાં ચારે તરફથી નજર રાખી રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ આ આંકડો કાઢવા માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો છે. જેમા સૌથી જરૂરી હતુ કે આ તારા અને ધરતી વચ્ચે આદાન-પ્રદાન થવાવાળા રેડીયો અને અન્ય પ્રકારના કિરણોનું વિશ્લેષણ. કારણ કે જ્યાં પણ એલીયન્સ હોય છે તે આ રેડીયો અને અન્ય કિરણોને રોકે છે. ન્યુયોર્ક સ્થિત કોર્નેલ યુનિવર્સિટીના લીસા કાલટેનેજર અને અમેરિકન મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના જૈકી ફેહર્ટીએ ગાઈયા સ્પેસ ટેલીસ્કોપના ડેટાનું એનાલીસીસ કર્યુ છે.

લીસા અને જૈકીએ જોયુ કે સૌર મંડળમાં ધરતીની ચારેબાજુ ૧૭૧૫ તારા એવા છે જેના ચારેતરફ એલીયન્સની મોજુદગી જોવા મળે છે. એમાથી ૧૪૦૨ તારા એવી પોઝીશન પર છે જ્યાંથી એલીયન્સ સીધી ધરતી ઉપર નજર રાખી રહ્યા છે. જ્યારે પણ ધરતી, સુરજ અને એવા તારા વચ્ચેથી પસાર થાય છે. એલીયન્સ ધરતી ઉપર 'વોચ' રાખી રહ્યા છે. જ્યારે ૩૧૩ તારા એવી સ્થિતિમાં છે જે થોડા દૂર છે પરંતુ તે પણ કોઈને કોઈ રીતે ધરતી ઉપરથી મોકલાવાયેલા રેડીયો તરંગોને રોકે છે કે પકડે છે.

ધરતી ઉપરથી છેલ્લા ૧૦૦ વર્ષમાં જેટલા રેડીયો તરંગો અંતરીક્ષમાં મોકલવામાં આવ્યા છે તેને ૭૫ તારા આસપાસ રોકવામાં આવ્યા છે. આ તારા ધરતીથી ખૂબ નજીક છે. બન્ને શોધકર્તાઓ અંદાજો લગાવ્યો છે કે ૧૭૧૫ તારાને ગોલ્ડીલોક ઝોનમાં ૫૦૦ પથરીલી દુનિયા છે જ્યાં જીવન હોવાના સંકેત છે. એમાથી કેટલાકના બારામાં વૈજ્ઞાનિકોને ખબર છે. જ્યારે એમાથી કેટલાક તો પૃથ્વી પર ખૂબ પ્રસિદ્ધ છે. જેમ કે ટેરાપીસ્ટ-૧, આમા ધરતીના આકારના ગૃહ છે. આ સિસ્ટમ ૩૦૦૦થી વધુ વર્ષોથી નજર રાખી રહી છે.

લીસા કાલટેનેજરે કહ્યુ કે ઈન્ટેલીજન્ટ લાઈફની શોધ માટે એકસોપ્લેનેટસ સૌથી મહત્વનુ સ્થાન હોય શકે છે. તેનો અભ્યાસ કરવો થોડો મુશ્કેલ જરૂર છે પણ તેનુ અધ્યયન ઘણા બધા રહસ્યો ખોલશે. જ્યારે માનવ એલીયન્સની શોધમાં લાગ્યો છે. અવારનવાર યુએફઓ જોવા મળે છે. અમેરિકન નેવીએ તેની પુષ્ટી પણ કરી છે તો એ વાત પણ જાહેર છે કે તેઓ પણ આપણને જોવા આવે છે.

(3:17 pm IST)