Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના '૦' કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૪૨૬૭૫ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨૦૧૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ હાલમાં રિકવરી રેટ ૯૮.૪૬ ટકા થયો

રાજકોટ તા. ૨૫ : શહેરમાં આજે વધુ એક વખત આજે બપોર સુધીમાં '૦' કેસ નોંધાયા હતા. આમ કોરોનાની હવે પછી પાની થઇ રહી છે. જો કે ગઇકાલે સાંજ સુધીમાં ૧૦ કેસ નોંધાયા હતા.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨૬૭૫ પોઝિટિવ કેસ નોંધાઇ ચુકયા છે. આજ દિન સુધીમાં કુલ ૪૨૦૧૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૬૬૨ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૬૦ ટકા થયો હતો. જ્યારે રીકવરી રેટ ૯૮.૪૬ ટકા થયો છે.

આજ દિન સુધીમાં ૧૧,૮૨,૦૮૯ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨૦૧૯ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૬૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૪૨ ટકાએ પહોંચ્યો છે.

(3:07 pm IST)