Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

શબાના આઝમીને ઓનલાઇન દારૂ મંગાવવો પડયો મોંઘો : થઇ મોટી ઠગાઇ

ઓનલાઇન દારૂનો ઓર્ડર કર્યો : પૈસા પણ ચુકવી દીધા છતાં દારૂ ન આવ્યો : ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યા : ટ્વિટ કરીને જાણકારી આપી

મુંબઇ તા. ૨૫ : શબાના આઝમીએ ગુરૂવારે ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે એક દારૂ ડિલિવરી ઓનલાઈન પ્લેટફોર્મે તેમને દગો આપ્યો છે. તેમની પોસ્ટમાં શબાના આઝમીએ દાવો કર્યો છે કે દારૂ ડિલિવરી પ્લેટફોર્મે તેમની પાસેથી પૈસા લઈ લીધા છે, સાથે તેમને ઓર્ડર પણ કર્યો હતો. જો કે તેને હજી સુધી દારૂની ડિલીવરી કરી નથી.

શબાના આઝમીએ ટ્વીટ કરીને લખ્યું, 'સાવચેત રહો! તેઓએ મારી સાથે છેતરપિંડી કરી છે. મેં પૈસા આપી દીધા છે. મેં ઓર્ડર પણ આપ્યો હતો. આ વસ્તુની હજુ સુધી ડિલીવરી નથી થઈ. સાથે જ તેઓએ મારા કોલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. શબાના આઝમીએ પણ ટ્વીટ સાથે ટ્રાન્ઝેકશનની વિગતો આપી છે. આઝમીએ તે ન કહ્યું કે તેઓ કેટલી રકમની છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાથે જ તેમણે આ વાતની માહિતી આપી નથી કે આ મામલે ફરિયાદ નોંધાવી છે કે કેમ.'

શબાના આઝમી દ્વારા ટ્વિટ કરવામાં આવ્યાં બાદ તે વાયરલ થયું હતું. ચાહકોએ તેમની પોલીસ ફરિયાદ કરવાની વિનંતી કરી.  શબાના આઝમી હંમેશા તેમના ચાહકો સાથે વાતચીત કરતા રહે છે. આ કારણે તેમના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત રહે છે. શબાના આઝમી હંમેશાં તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે. શબાના આઝમી તેમના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થતા રહે છે. આ સિવાય તેઓ ઘણી વખત ટ્રોલિંગનો શિકાર થયા છે.

(11:44 am IST)