Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોરોનાને કારણે એર કંપનીઓને કરોડોનું નુકશાન મે મહિનામાં ત્રણ ગણી ફલાઇટો રદ થઇ

માત્ર ર૧ લાખ મુસાફરો આવ્યાઃ રીફંડ મેળવવામાં મુસાફરોને ભારે ધકકા

નવી દિલ્હી તા. રપ :.. કોરોનાને કારણે ગયા મે મહિનામાં મોટા પાયે વિમાનોના ઉડયનો રદ થયા હતા, સાધનોના ઉમેર્યા પ્રમાણે એપ્રીલ સામે મે મહીનામાં વિમાનો ફલાઇટો રદ થવાની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો હતો.

એપ્રિલમાં ર.૬ર ટકા તો મે મહિનામાં ૭.પ ટકા ફલાઇટો રદ થયાનું બહાર આવ્યું છે, કોરોનાને કારણે મુસાફરોએ પોતાનો પ્રવાસ રદ કરી નાખ્યો, પરીણામે કંપનીઓે સેંકડો ફલાઇટો રદ કરવી પડી.

આવામાં ૧૭ ટકા ફલાઇટો એવી હતી કે જે ખરાબ હવામાનને કારણે રદ કરાઇ હતી, એપ્રીલમાં મુસાફરોની સંખ્યા જે હતી તે સામે મે મહીનામાં માત્ર પ૦ ટકા રહી, એપ્રિલમાં પ૭ લાખથી વધુ મુસાફરોએ ડોમેસ્ટીક ફલાઇટનો ઉપયોગ કર્યો, તો મે મહીનામાં ર૧ લાખ મુસાફરો આવ્યા.

મે મહિનામાં ૩૩૮ ફરીયાદો ડીજીસીએને મળી, જેમાંથી પ૪ ટકા ફરીયાદો રીફંડ નહિ મળ્યાની હોવાનું બહાર આવ્યું છે, મુસાફરો રીફંડ મેળવવા ભારે ધકકા ખાઇ રહ્યા છે.

(11:42 am IST)