Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મેડિકલ કચરાનો નાશ કરવાની પૂરતી સુવિધા ન હોવાથી મહારાષ્ટ્ર-ગુજરાત સહિત દેશના ૨૩ રાજ્યોમાં કોરોના સંક્રમણનો ખતરો વધ્યો

ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પોપ્યૂલેશન સાયન્સ દ્વારા કરાયેલ એક ગેપ એનાલિસિસ સ્ટડીમાં ખુલાસો : દેશમાં બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં વધારો : વેસ્ટ મેનેજમેન્ટ પર નજર રાખવાની વ્યવસ્થિત સુવિધા નથી : અનેક રાજ્યોમાં હજુ પણ વેસ્ટને દફનાવવાની રીત અપનાવાય છે

નવી દિલ્હી,તા.૨૫ : કોરોનાને કારણે દેશમાં બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં વધારો થયો છે. તેવામાં મેડિકલ કચરાનું યોગ્ય મેનેજમેન્ટ ન હોવાના કારણે અનેક રાજ્યોમાં કોવિડ ૧૯નું સંક્રમણ તોડાઈ રહ્યું છે.  આ વાતના સંકેત હાલમાં થયેલા એક અભ્યાસમાં મળ્યા છે. સ્ટડીમાં અનેક રાજ્યોમાં ખરાબ પ્રદર્શનના અંગે જાણકારી અપાઈ છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પોપ્યૂલેશન સાયન્સ તરફથી એક ગેપ એનાલિસિસ સ્ટડી કરવામાં આવી છે.  જેમાં જાણવા મળ્યું છે કે બાયો મેડિકલ વેસ્ટમાં ઘણો વધારો થયો  છે. જ્યારે તેને ખતમ કરવાની સુવિધાઓમાં પર્યાપ્ત સુધારો નથી થઈ શક્યો. સ્ટડીમાં જોવા મળ્યું છે કે ૩૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત -દેશોમાં મહારાષ્ટ્ર સહિત ૨૩ રાજ્યોમાં હજું પણ વેસ્ટને દફનાવવાની રીત અપનાવવામાં આવી રહ્યા છે. આ રીત પર કેન્દ્રએ પ્રતિબંધ લગાવ્યો છે.

વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ જનરલમાં પ્રકાશિત થયેલા 'Assesment of Bio-Medical Waste Before and During the Emergency of Novel Coronavirus Disease Pandemic in India: A Gap Analysis' અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ૭૦ ટકા રાજ્યોમાં કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીયમેન્ટ ફેસિલિટીઝ(CBMWTFs) પર નજર રાખવાની વ્યવસ્થિત સુવિધા નથી. સાથે ફકત ૧૨ રાજ્ય એવા છે જ્યાં નવા ઉત્સર્જન નિયમો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. દેશમાં  CBMWTFs ની સંખ્યા ૨૦૦ છે પરંતુ તે પુરતી નથી.

એક અંગ્રેજી અખબારે  -ોફેસર અપરાજિતા ચટ્ટોપાધ્યાયના હવાલાથી લખ્યુ ૧૦૦ મેટ્રિક ટનથી વધારે તૈયાર કરનારા રાજ્યોને પ્રાથમિકતામાં રાખવા જોઈએ. પ્રમુખ શોધકર્તા રાહુલ રજકે કહ્યું કે આ મામલામાં પહાડી રાજ્યો પર વધારે ધ્યાન આપવા આવવું જોઈએ. આ સ્ટડીમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. CPCBના ડેટા જણાવે છે કે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત આંધ્ર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોએ દેશમાં ૭૦ ટકા કોવિડ કચરો તૈયાર કર્યો હતો. આંકડા જણાવે છે કે ભારતમાં જૂનથી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૩૨ હજાર ૯૯૬ મેટ્રિક ટન કોવિડ કચરો તૈયાર થયો હતો. ૭૮૯.૯ મેટ્રિક ટનની સાથે મહારાષ્ટ્ર સૌથી ઉપર રહ્યું.

(11:42 am IST)