Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોવિશિલ્ડ રસી લેનારાઓમાં ગંભીર રોગના લક્ષણો જોવા મળ્યા

ગુલિયન બેરી એક દુર્લભ રોગ છે. તે ચેતાતંત્રમાં હાજર રોગપ્રતિકારક શકિત અને માંસપેશીઓને અસર કરે છે

નવી દિલ્હી,તા. ૨૫: વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે હાલમાં ભારતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વધુને વધુ લોકોને રસી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી આ કોરોના સંક્રમણ સામે યુધ્ધ જીતી શકાય.  ભારતમાં કોવિશિલ્ડ રસી લેનારાઓમાં ગંભીર સિંડ્રોમની ફરિયાદો જોવા મળી છે. એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોને કોવેશિલ્ડ રસી લીધી છે  તેમને ગુલિયન બેરી  નામનું સિન્ડ્રોમ મળ્યું છે.

ગુલિયન બેરી એક દુર્લભ રોગ છે. તે ચેતાતંત્રમાં હાજર રોગપ્રતિકારક શકિત, સ્વસ્થ પેશીઓને અસર કરે છે. દેશમાખાસ કરીને આ સિન્ડ્રોમથી પીડિત લોકોના ચહેરાની નસો  નબળી પડી જાય છે. અધ્યયન મુજબ ભારતમાં આ રોગના સાત કેસ રસી લીધા બાદ નોંધાયા છે. આ સાત લોકોએ કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો, અને ૧૦ થી ૨૨ દિવસની વચ્ચે, તેઓએ ગિલેઇન બેરી સિન્ડ્રોમના લક્ષણો દર્શાવ્યા હતા.

એનલલ્સ ઓફ ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, રસી લીધા પછી જે લોકોને ગિલેઇન બેરી સિન્ડ્રોમ રોગ થયો છે, તેમના ચહેરાની બંને બાજુની કિનારીઓ નબળી પડી જાય છે, તેના ૨૦ ટકાથી ઓછા કેસોની તુલનામાં તે મેળવે છે. સંશોધનકારો પણ આશ્ચર્યચકિત છે કે આટલા ટૂંકા સમયમાં આ રોગ અપેક્ષા કરતા ખૂબ ઝડપી દરે ફેલાય છે.

સંશોધનકારો કહે છે કે કોરોના રસી સલામત છે પરંતુ તે પછી સાવધ રહેવાની જરૂર છે. જો આ રસી લીધા પછી સિન્ડ્રોમનાં કોઈ લક્ષણો દેખાય છે, તો ચોક્કસપણે ડોકટરનો સંપર્ક કરો. ગુલિયન બેરી સિન્ડ્રોમના લક્ષણોમાં શરીરમાં નબળાઇ, ચહેરામાં નબળાઈ, હાથપગમાં કળતર અને અનિયમિત ધબકારા છે.ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં ઇન્ડિયા બાયોટેકથી બનેલી કોવાકસીન, ઓકસફોર્ડ અને એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ અને રશિયાની સ્પુટનિક વીની રસીની મંજૂરી છે.

(10:20 am IST)