Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

IT રિટર્ન અપલોડ થતા નથી : કરદાતા પરેશાન

કરદાતા ડિપાર્ટમેન્ટ દ્વારા ફટકારેલી નોટિસના જવાબ પણ આપી શકતા નથી

નવી દિલ્હી,તા. ૨૫: જીએસટી પોર્ટલ બાદ હવે ઇન્કમ ટેકસ વિભાગની વેબસાઈટ પણ ઠપ જતા કરદાતાઓ પરેશાન થઈ ગયા છે. દસ દિવસથી ટેકનિકલ ખામીને કરણે ઈન્કમ ટેકસની વેબસાઈટ બંધ હોવાને કારણે કરદાતાઓના રિટર્ન અપલોડ થતા નથી અને ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને ફટકારવામાં આવેલી નોટિસના જવાબ પણ આપી શકાતા નથી. પરેશાન કરદાતાઓ અને ટેકસ કન્સલટન્ટ દ્વારા આ બાબતે ઈન્કમટેકસના સિનિયર અધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે.

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વરા એક તરફ સંપૂર્ણ સિસ્ટમફેસલેસ કરવાની વાતો થઇ રહી છે ત્યારે જ છેલ્લા દસ દિવસથી ટેકસ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ ઠપ થઈ ગઈ છે. જેને કારણે ડિપાર્ટમેન્ટનું કોઈપણ કામ થઈ શકતું નથી, ઇન્કમટેકસ અધિકારીઓએ નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫- ૧૬ની આકરણી કરતી સંખ્યાબંધ નોટિસો કરદાતાઓને ફટકારી દીધી છે અને તેમને એક મહિનામાં તેના ખુલાસા કરવાની તાકીદ કરવામાં આવી છે.

કરદાતાઓ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ ઠપ ગઈ હોવાને કારણે પોતાના ખુલાસા કરી શકતા નથી તેમ જ રિટર્ન પણ ફાઇલ કરી શકતા નથી જેને કારણે કરદાતા- ટેકસ કસલ્ટન્ટ પરેશાન થઈ ગયા છે. ઇન્કમટેકસના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ વેબસાઈટની ટેકનિકલ ક્ષતિ તાકીદે દૂર કરીને ફરીથી ઇન્કમટેકસ વિભાગની વેબસાઈટ કાર્યરત થાય તે માટેના પ્રયાસ શરૂ કરી દેવામાં આશા છે.

(10:19 am IST)