Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને સોંપાયું નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ : રાજ્ય સરકારે મંજૂરી આપી

એરપોર્ટ 1,160 હેક્ટરમાં બનાવાશે:પ્રથમ તબક્કાનું કામ 2023-2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના

મહારાષ્ટ્ર કેબિનેટે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ  બનાવી રહેલા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ની માલિકી અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી કાર્યાલયે (સીએમઓ) જણાવ્યું કે, નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ એરપોર્ટ 1,160 હેક્ટરમાં બનાવવામાં આવશે. એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ 2023-2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

મળતી માહિતી અનુસાર (MIAL)ની માલિકી બદલાઈ ગઈ છે. જીવીકે (GVK)એરપોર્ટ ડેવલપર્સના 50.5 ટકા શેર હતા, જે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે ખરીદ્યું છે. માલિકી બદલવાથી કેન્દ્ર સરકાર  ભારતીય સિક્યોરિટીઝ અને વિનિમય બોર્ડ સહિત અન્યને મંજૂરી આપવામાં આવી છે.

કેબિનેટે 285 કરોડ રુપિયાની મરાઠવાડા વોટર ગ્રિડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટના ઔરંગાબાદ જિલ્લાના પેથાણ તાલુકામાં ઝાયકવાજી ડેમથી શરુ થશે. જેમાં ઔરંગાબાદ જિલ્લા અને મરાઠવાડા ઝોનના અન્ય તાલુકાઓને પાણીની ઉપલબ્ધતાના આધાર પર આ પ્રોજેક્ટમાં જોડવા માટે પ્રસ્તાવ લાવવામાં આવશે. રાજ્યના જળ સંસાધન વિભાગ પશ્ચિમથી વહેતી નદીઓમાંથી પાણી ગોદાવરી ઘાટીમાં પહોંચાડવા પર કામ કરી રહ્યું છે.

10 જૂનના રોજ જીવીકે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પ્રથમ ઝલક દેખાડી હતી, જીવીકે ગ્રુપે મુંબઈના ટર્મિનલ 2ની ડિઝાઈન કરવાની પ્રેરણા મોર પાસેથી લીધી હતી. સિડકો અને જીવીકે સંયુકત રીતે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ બનાવી રહ્યા છે.

(12:00 am IST)