Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના પુત્ર હન્ટર બિડનનું એક વધુ પરાક્રમ : પિતાના એકાઉન્ટમાંથી રશિયાની રૂપજીવીનીને 25 હજાર ડોલર ( અંદાજે 18 લાખ 55 હજાર રૂપિયા ) ચૂકવી દેવાની ભૂલ કરી : વિદેશી મીડિયાનો અહેવાલ

વોશિંગટન : કાયમ વિવાદોમાં રહેતા અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના પુત્ર હન્ટર બિડનનું એક વધુ પરાક્રમ બહાર આવ્યું છે. જે મુજબ તેણે ભૂલથી પિતાના એકાઉન્ટમાંથી રશિયાની રૂપજીવીનીને 25 હજાર  ડોલર ( અંદાજે 18 લાખ 55 હજાર રૂપિયા ) ચૂકવી દીધા છે.તેવું વિદેશી મીડિયાના અહેવાલના  આધારે જાણવા મળે છે.

ન્યુયોર્ક પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ હંટરે રશિયાની રૂપજીવિની એજેન્સી સે યાનાને બોલાવી હતી. તેની સાથે હોટલમાં વોડકા પીધો હતો.તથા બાદમાં સેક્સ માણ્યું હતું.તથા તેનો વિડિઓ પણ ઉતારી લીધો હતો. બાદમાં તેણે ભૂલથી પિતાના એકાઉન્ટમાંથી વેશ્યાને 25 હજાર ડોલર ચૂકવી દીધા હતા.

આ તમામ રેકોર્ડ તે પોતાના લેપટોપમાં રાખતો હતો. જે રીપેરીંગમાં આપ્યા પછી ભાંડો ફૂટ્યો હતો.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(9:22 am IST)