Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

આસામમાં ભારે વરસાદથી પૂર આવ્યુ : ૧૨ના મોત

નદીઓના જળસ્તર ઉપર આવી ગયા : ખેતરોની જમીનનું ધોવાણ

નવી દિલ્હી : આસામમાં છેલ્લા એક અઠવાડીયાથી અવિરત વરસાદના પગલે પૂર આવ્યુ છે અને સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. અત્યાર સુધીમાં ૩૮ હજાર લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ૧૨ લોકોના મોત નિપજ્યા છે.

આસામમાં અલગ અલગ ભાગોમાં એકધારા વરસાદના લીધે નદીઓ ઉફાન પર છે. ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદીનું પાણી ખતરાના નિશાનથી એક મીટર નીચે છે. શહેરના રાજમાર્ગો ઉપર પણ પાણી ફરી વળતા જનજીવન ઉપર પણ અસર પડી છે.

૧૦૦ ગામડાઓમાં પણ પાણી ઘુસી ગયુ છે. ખેતીને પણ ભારે નુકશાન થયુ છે. ૫ હજાર હેકટર જમીનનું ધોવાણ થઈ ગયુ છે.

(1:23 pm IST)