Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ગુપ્તચર એજન્સીએ કર્યા સાવધાન

ચીન કરી શકે છે જૈવિક હુમલો

ઝાંસી, તા. ૨૫ :. ગલવાન ઘાટીમાં દુસાહસ પછી કૂટનીતિ અને રણનીતિમાં ભારત સામે માત ખાઈ રહેલું ચીન જૈવિક હુમલો (બાયોલોજીકલ એટેક) કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, આંતરરાષ્ટ્રીય દબાણમાં તે સીધો હુમલો ન કરીને અન્ય ભારત વિરોધી દેશો અથવા આતંકવાદી માધ્યમો દ્વારા પણ આવંુ કરાવી શકે છે. કોરોના વાયરસ અંગે ચીનની ભૂમિકા પહેલાથી જ પ્રશ્નોના ઘેરામાં છે. તમામ દાવાઓ વચ્ચે હજુ સુધી તેની કોઈ રસી વિકસીત નથી થઈ. જો કે રાસાયણિક અને જૈવિક જોખમો પર શોધ કરતી ડીઆરડીઓની ગ્વાલિયર સ્થિત પ્રયોગ શાળા (ડીઆઈડીઈ)ના જવાબદાર અધિકારીઓનું કહેવું છે કે જૈવિક હુમલા સામે નિપટવા માટે પણ સૈન્ય પાસે પુરતા સંશાધનો છે. હાલમાં ભારત પાડોશી દેશોની ભૂમિકાથી અશાંત છે. કુટક્ષીતિક અને સૈન્ય ઘેરાબંધીથી ચીન મુંઝાયેલુ છે. સરહદ પર પાકિસ્તાન પણ અવારનવાર તોપમારો કરી રહ્યુ છે. નેપાળનું વલણ પર બરાબર નથી. એક સિનીયર સેનાધિકારીએ જણાવ્યુ કે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને ચીન જૈવિક હુમલા જેવી કાયર હરકત કરી શકે છે.

(3:03 pm IST)