Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ચૂંટણી પ્રક્રિયામાં અટકાયત ઉભી કરવા પર દિલ્લીના ' આપ' ધારાસભ્યને ૩ માસની જેલની સજા

         દિલ્લીની એક અદાલતએ મંગળવારના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મનોજકુમારને ર૦૧૩ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કલ્યાણપુરી મા આવેલ મતદાન કેન્દ્ર પર ચુંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરવા માટે ત્રણ મહિનાની જેલ સજા થઇ છે.

         કુમાર પર રૂ. ૧૦૦૦ નો દંડ પર લાગ્યો છે અને ફેસલાને ઉપલી અદાલતમાં પડકાર આપવા માટે એમને જામીન પણ મળ્યા છે. મનોજકુમાર કોંડલીના ધારાસભ્ય છે.

(11:50 pm IST)