Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મોડીરાત્રે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારત પહોંચ્યા:ડાબેરીઓએ કર્યો વિરોધ :ગો બેકના નારા લગાવ્યા

ડાબેરી નેતાઓએ દિલ્હીમાં રેલી કાઢી વિરોધ કર્યો

 

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો મોડી રાત્રે ભારતમાં આવી પહોંચ્યા છે પોમ્પિયાના ભારત પ્રવાસનો ડાબેરીઓ દ્વારા વિરોધ કરાયો હતો ડાબેરી નેતાઓએ દિલ્હીમાં રેલી કાઢી અમેરિકા ગો બેકના નારા લગાવ્યા હતા.

ડાબેરી નેતાઓનો આરોપ છે કે, મોદી સરકાર અમેરિકા સામે નરમ પડી છે. જેથી લેફ્ટ પાર્ટી સરકારની વિદેશ નીતિનો વિરોધ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, માઈક પોમ્પિયો ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમ્યાન ભારત અને અમેરિકા વચ્ચે મહત્વની વ્યાપાર નીતિ અંગે ચર્ચા થવાની છે.

(11:00 pm IST)