Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઓરિસ્સામાં જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા :ત્રણ રેલકર્મીના કરૂણમોત

 

ઓરિસ્સામાં એક ટ્રેનના એન્જિનમાં આગ લાગી હોવાની અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાની ભયંકર ઘટના સામે આવી છે. ઘટના સિંગાપુર રોડ અને કેતુગુડાની વચ્ચે બની છે, જ્યાં હાવડા જગદલપુર સમલેશ્વરી એક્સપ્રેસના એન્જિન સહિત 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે. ત્યારે સિંગાપુર રોડ અને કેતુગુડા રેલવે સ્ટેશન પર ડ્યૂટી પર હાજર સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઘટનામાં ટ્રેનના એન્જિનમાં આગ લાગી ગઈ અને સામેના લગેજ-ગાર્ડ વેન અને એક જનરલ ડબ્બો પાટા પરથી નીચે ઉતરી ગયો હતો.

 સ્ટેશન પર એક ટૉવર કાર સાથે ટકરાયા બાદ એન્જિનમાં આગ લાગી ગઈ હતી જે બાદ ટ્રેન ડિરેલ થઈ ગઈ. ટ્રેન અકસ્માત રાયગઢ વિસ્તારમાં થયો. ઘટના બાદ ટ્રેન એન્જિનથી અલગ થઈ ગઈ. ઘટનાને પગલે ત્રણ લોકો મૃત્યુ પામ્યા. ટ્રેનમાં કુલ 148 લોકો સવાર હતા. તેમને ઓરિસ્સાના રાયગઢ સ્ટેશને પહોંચાડવામાં આવી રહ્યા છે.

યાત્રીઓને રાયગઢ સુધી પહોંચાડવા માટે બે બસનો ઈંતેજામ કરવામાં આવ્યો છે. યાત્રિઓના ખાવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મામલાની તપાસ માટે રેલવેએ રેલવે સેફ્ટી કમિશ્નર, કોલકાતાને આદેશ આપ્યા છે. રેલવે સેફ્ટી કમિશ્નર, નાગરિક ઉડ્ડન મંત્રાલયને આધીન કામ કરે છે. મામલે રેલવે અધિકારી તપાસ કરી રહ્યા છે મૃત્યુ પામનાર ત્રણેય લોકો રેલવે કર્મચારી છે

 

(10:40 pm IST)