Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સ્વ.રાજીવ ગાંધીની હત્યાના આરોપસર જેલવાસ ભોગવી રહેલી નલિનીએ પેરોલની માંગણી કરીઃ રૂબરૂ કોર્ટમાં હાજર થવા તથા માંગણી કરવા માટે મદ્દાસ હાઇકોર્ટની મંજુરી

મદ્રાસઃ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની હત્યાના આરોપસર છેલ્લા ૨૭ વર્ષથી જેલસજા ભોગવી રહેલી એસ. નલિનીએ પેરોલ માટે કરેલી માંગણી સાંભળવા મદ્રાસ હાઇકોર્ટએ મંજુરી આપી છે.

નલિનીએ પોતાની પુત્રીના લગ્નમાં હાજરી આપવા પેરોલની માંગણી કરી છે. તથા હેબિયસ કોર્પ્સ એકટ મુજબ ગુજારેલી અરજમાં તેણે જણાવ્યું છે કે છેલ્લા ૨૭ વર્ષના જેલવાસ દરમિયાન તેને એક પણ રજા મળી નથી. આજીવન સજાના કેદીને દર બે વર્ષ ૧ માસની રજા મેળવવાની હકક છે.

વધુમાં તેણે ઉમેર્યુ હતુ કે સ્ટેટ ગવર્મેન્ટ સ્કીમ મુજબ સજા પુરી થયા પહેલા મુકત કરવા માટે કરેલી માંગણી પણ છેલ્લા ૬ માસથી ગવર્નર સમક્ષ પડતર છે.

તેણે પુત્રીના લગ્નની વ્યવસ્થા કરવા માટે ૬ માસની પેરોલ માંગી છે. ફેબ્રુ.માસમાં આ માટે કરેલી અરજી પણ હજુ સુધી પડતર છે.

ઉપરોકત તેની માંગણીઓ સબબ રજુઆત કરવા હાઇકોર્ટએ મંજુરી આપી છે. તેવું B એન્ડ B દ્વારા જાણવા મળે છે. 

(9:01 pm IST)