Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

''પાથ વેઝ ટુ પાવર'': યુ.એસ.ના ન્યુયોર્કમાં SAFAના ઉપક્રમે ૧૯ જુનના રોજ યોજાઇ ગયેલો પેનલ ડીસ્કશન પ્રોગ્રામ

ન્યુયોર્કઃ યુ.એસ.માં સાઉથ એશિઅન્શ ઉમેદવારોને સ્થાનિક તથા સ્ટેટ કક્ષાએ સમર્થન આપી સાઉથ એશિઅન પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ''સાઉથ એશિઅન ફોર અમેરિકા (SAFA)ના ઉપક્રમે ૧૯ જુન ૨૦૧૯ બુધવારના રોજ કોમ્યુનીટી ફોરમ તથા પેનલ ડીસ્કશન ''પાથવેઝ ટુ પાવર''નું આયોજન કરાયું હતું.

થોટવર્કસ ૯૯, મેડીસન એવન્યુ, ન્યુયોર્ક મુકામે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં પેનલીસ્ટસ તરીકે  કોમ્યુનીટી બોર્ડ સિક્ષ, મેનહટન વાઇસ ચેરમેન શ્રી Ashia Badi, ન્યુયોર્ક સ્ટેટના ૬૩મા એસેમ્બલી ડીસ્ટ્રીકટના ડીસ્ટ્રીકટ લીડર શ્રી બિજુ કોશી, મિડલેસેક્ષ કાઉન્ટી ફ્રીહોલ્ડર શ્રી શાંતિ નારા, ન્યુયોર્ક ૨૫મા એસેમ્બલી ડીસ્ટ્રીકટ પાર્ટ Bના ડીસ્ટ્રીકટ લીડર ડો.નિતા જૈન, મોડરેટર શ્રી રાજીવ પરીખ જનરલ કાઉન્સેલ ફોર ન્યુજર્સી ડેમોક્રેટ સ્ટેટ કમિટી સહિતનાઓનો સમાવેશ થતો હતો.

આ તકે મોડરેટર શ્રી રાજીવ પરીખએ પેનલીસ્ટસ સાથે કોમ્યુનીટીના પ્રશ્નો જેવા કે વર્ણભેદ, સમાનતા,વિશ્વનું રાજકારણ સહિતના પ્રશ્નો વચ્ચે સાઉથ અમેરિકન્શ માટે કોમ્યુનીટી લીડર બનવા અંગે ચર્ચાઓ કરી હતી. સુશ્રી શાંતિ નારાએ મહિલા સશકિત કરણને પ્રાધાન્ય આપવા મંતવ્ય વ્યકત કર્યુ હતું. શ્રી બિજુ કોશીએ અલ્બેનીમાં તકો વિષે તથા  મે માસને મલયાલી હેરિટેજ મંથ તરીકે ઉજવવા અપાયેલી માન્યતા અંગે જણાવ્યું હતું.

SAFAએ આવા પ્રોગ્રામના આયોજન માટે આતુરતા બતાવી હતી. તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઓફિસમાં કામ કરવાની તકના આયોજનો પ્રાધાન્ય આપવા સાઉથ એશિઅનશ ફોર અમેરિકા કો-ચેર શ્રી અમિત જાનીએ મંતવ્ય વ્યકત કર્યુ હતું. જેથી પબ્લીક ઓફિસનો કોમ્યુનીટી મેમ્બર્સને અનુભવ મળી શકે તથા લીડરશીપ માટે લાયક ઉમેદવારો તૈયાર થઇ શકે તેમ જણાવ્યું હતું. તેવું SAFA દ્વારા જાણવા મળે છે.

 

(8:17 pm IST)