Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઇન્ટર સ્ટેટ ઓફિસ સર્વિસ માટે જીએસટી લાગૂ કરાશે

કંપનીઓને જીએસટી ચુકવવાની ફરજ પડશે : મલ્ટી સ્ટેટ ઓફિસ ધરાવનાર કંપનીઓ પર બોજ રહેશે

મુંબઈ, તા. ૨૫  : એચઆરની જેમ ઇન્ટર સ્ટેટ ઓફિસ સર્વિસ પર જીએસટી ચુકવવાની કંપનીઓને ટૂંક સમયમાં જ ફરજ પડશે. અનેક રાજ્યોમાં ઓફિસ ધરાવનાર કંપનીઓને હવે આના માટે વધુ ખર્ચ કરવા પડશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં ઓફિસ ધરાવનારને હવે સર્વિસ ટેક્સની જાળવામાં આવરી લેવામાં આવશે. માનવ સંશાધન, એકાઉન્ટ અને પેરોલ જેવી સંસ્થાઓ છે અને એક જગ્યાએથી બીજા રાજ્યમાં ઓફિસ માટે કામ ચાલે છે તો તેમને પણ જીએસટી હેઠળ આવરી લેવામાં આવશે. આના માટે ઇન્વોઇસ જારી કરવામાં આવશે. આનો મતલબ એ થયો કે, મલ્ટી સ્ટેટ ઓફિસ ધરાવનાર કંપનીઓને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો સામનો કરવો પડશે. આના લીધે તેમના ટ્રાન્ઝિક્શન ખર્ચમાં વધારો થશે. બોજ પણ વધી જશે. વધુમાં ક્રોસ ચાર્જનો મુદ્દો કંપનીઓમાં ગુંચવણ ઉભી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા મંજુર કરવામાં આવેલા પરિપત્રમાં ટૂંક સમયમાં જ જારી કરવામાં આવશે. અધિકારીએ કહ્યું છે કે, હેડ ઓફિસ અને બ્રાંચ ઓફિસર વચ્ચે ઇન્પુટ ટેક્સ ક્રેડિટને લઇને હવે જોરદાર ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો છે.

(7:28 pm IST)