Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમેરિકાની સાથે ૭૦ હજાર કરોડનો સંરક્ષણ સોદો કરાશે

૧૦પી-૮ આઇ તેમજ ૧૦ પોસીડોન ખરીદાશે : પ્રીડેચટર-બી ડ્રોનને લઇ પણ મોટી સમજુતી થઇ ચુકી છે

નવી દિલ્હી, તા. ૨૫: અમેરિકાની સાથે ૭૦ હજાર કરોડ રૂપિયાની જંગી સંર૭ણ સોદાબાજી કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. વેપાર અને ઇમિગ્રેશનના મુદ્દા પર જારી ખેંચતાણ વચ્ચે ભારત આગામી બેથી ત્રણ વર્ષમાં ૧૦ અબજ ડોલર અથવા તો આશરે ૭૦ હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ સોદાબાજી કરનાર છે. આના માટેની તૈયારી કરી લેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ સંરક્ષણ સોદાબાજી અમેરિકાના ફોરેન મિલિટરી સેલ્સ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવનાર છે. જે હેઠળ ભારત અમેરિકાની પાસેથી ૧૦ પોસીડોન-૮ આઇ લોન્ગ રેંજ મેરીટાઇમ પેટ્રોલ વિમાનોની ખરીદી કરનાર છે. સાથે સાથે ૧૦ બીજા પી-૮ આઇ વિમાનોની ખરીદી કરવામાં આવનાર છે. સંરક્ષણ મંત્રાલયના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સમિતીએ ગયા સપ્તાહમાં જ ૧૦ પી-૮ આઇ વિમાનોની ખરીદીને મંજુરી આપી દીધી છે. હવે તેને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વમાં ડિફેન્સ એક્વીજિશન કાઉન્સિલની પાસે મોકલી દેવામાં આવનાર છે. આને મંજુરી માટે ઓગષ્ટ મહિનામાં રાજનાથ સિંહની કમિટીમાં મોકલી દેવામાં આવનાર છે. નવા પી-૮આઇ વિમાનો ભારત દ્વારા પહેલા પણ ખરીદી લેવામા ંઆવ્યા છે. ૧૨ પી-આઇવિમાનો કરતા તે વધારે અપગ્રેડ વિમાનો રહેશે. હાલમાં આવા આઠ વિમાનો નૌકાસેનાની પાસે છે. બાકીના ચાર વિમાનો જુલાઇ ૨૦૨૧-૨૨માં મળી જશે. રશિયાની સાથે પણ ભારત દ્વારા સમજુતી કરવામાં આવી રહી છે. પ્રીડેટર-બી ડ્રોનને લઇને પણ સમજુતી થઇ ચુકી છે. અમેરિકા સાથે ૨.૫ અબજ ડોલર અથવા તો ૧૭૫૦૦ કરોડના ૩૦ સશસ્ત્ર સી ગાર્જિયન પ્રીડેટર-બી ડ્રોન માટે સમજતી પહેલાથી જ કરી લેવામા ંઆવી છે. ભારત તેની સેનાને આધુનિક બનાવવા માટેની કવાયતમાં છે.

(3:55 pm IST)