Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઝારખંડઃ ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને બસ ખાઈમાં ખાબકીઃ ૬ના મોતઃ ૩૯ ઘાયલ

ગઢવા, તા.૨પઃ ઝારખંડના ગઢવા જિલ્લામાં આજે થયેલા એક ગમખ્વાર બસ અકસમાતમાં અત્યાર સુધી ૬ લોકોના મોત થયા છે અને ૩૯ લોકો દ્યાયલ થયાં. આ બસ છત્તીસગઢના અંબિકાપુરથી ગઢવા આવી રહી હતી. બસ ડ્રાઈવરને ઝોકું આવી જતા આ દુર્દ્યટના સર્જાઈ અને બસ અન્નરાજ ઘાટીમાં જઈને ખાબકી

મળતી માહિતી મુજબ હાલ લોકોને બચાવવાનું કામ ચાલુ છે. અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકો અને પોલીસ પ્રશાસન લોકોને બચાવવાના કામમાં લાગ્યાં છે.

ઘાયલોમાં જુબેદાબીબી (૨૫ વર્ષ), પુત્ર ઈમરાન અંસારી (૫ વર્ષ), પુત્રી ખુશબુ પરવીન (૧૨ વર્ષ), સસરા ઈસ્લામ મિયા, જબર ઠાકુર (૨૫ વર્ષ), સહિત ૩૯ લોકો સામેલ છે.

(3:35 pm IST)