Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઐસા ભી હોતા હૈ

ત્રીજા માળેથી ૯૦ કિલોનો યુવક નીચે વૃધ્ધ ઉપર પડયોઃ પોતે જીવી ગયો વૃધ્ધનું મોત

નવી દિલ્હી, તા.૨પઃ દિલ્હીની લલિતા કોલોનીમાં એક વિચિત્ર ઘટના બની જેમાં ત્રીજા માળેથી પડેલા વ્યકિતનો જીવ બચી ગયો અને ૬૦ વર્ષના વૃદ્ઘનું મોત થઈ ગયું. ૬૦ વર્ષના મદદલાલ પોતાના દ્યર બહાર ઊંઘી રહ્યા હતા ત્યારે ૯૦ કિલોનો રવિન્દ્ર પગ લપસતા નીચે પડ્યો. મદદલાલ ઉપર પડવાના કારણે રવિન્દ્રને કોઈ મોટી ઈજા નથી થઈઅને નાના ફ્રેકચર થયા છે.

પોલીસને ઘટા વિશે જણાવતા રવિન્દ્રએ કહ્યું, તે પોતાના ટેરેસની રેલિંગ પર બેસીને ફોન પર વાત કરી રહ્યો હતો. અચાનક તેનું સંતુલન બગડ્યું. આ બાદ તે સીધો સાઈકલ રીક્ષા પર ઊંદ્યી રહેલા મદનલાલ પર પડ્યો. મદનલાલની ઓટોપ્સી રિપોર્ટ મુજબ તેની પાંસળીમાં ઈજા થઈ અને કેટલીક અંદરની ઈજાના કારણે તેનું મોત થયું.

આ ઘટનાના થોડા સમય પહેલા જ મદનલાલ પોતાની પૌત્રી સાથે બહાર ફરવા નીકળ્યા હતા. થોડા સમય બાદ તેઓ રાત્રે ૧૦.૩૦ વાગ્યે ગરમીના કારણે સાઈકલ રીક્ષા પર જ ઊંદ્યી ગયા. થોડા સમય બાદ તેમના પાડોસીના અવાજથી લોકો ભેગા થઈ ગયા. પાડોશી મહિલાનું કહેવું છે કે, આટલો જોરથી અવાજ સાંભળીને મને એવું લાગ્યું જાણે દિવાલનો કોઈ ભાગ તૂટીને પડી ગયો હોય. મેં તે વ્યકિતને જોયો તે બાબા (મદનલાલ) ઉપર પડ્યો હતો. પહેલી નજરમાં મને એવું લાગ્યું તે નશામાં છે. તે ગમે તે રીતે ઊભો થયો અને બાબાને પણ ઊભા કર્યા.

સ્થાનિક લોકો તરત મદનલાલને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ડોકટર તેમને બચાવી ન શકયા. આ સમગ્ર મામલે નોર્થ દિલ્હીના ડીસીપી નૂપુર પ્રસાદે કહ્યું કે, અમે સીઆરપીસીની સેકશન ૧૭૪ હેઠળ કેસ દાખલ કર્યો છે અને પ્રારંભિક તપાસ શરૂ કરી છે.

(3:23 pm IST)