Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બાલાકોટ એરસ્ટ્રાઇકની અસલી કહાણીઃ પાઇલટની જુબાની

એરસ્ટ્રાઇકમાં ભાગ લેનાર પાઇલટ દ્વારા સમગ્ર સિક્રેટ મિશનની સિક્રેટ વાતોનો ઘટસ્ફોટ

નવી દિલ્હી તા.૨૫: આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીના રોજ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદની તાલીમ છાવણીઓ પર કરેલ  એરસ્ટ્રાઇક એક એવા પ્રકારની સચોટ એરસ્ટ્રાઇક હતી કે જેમાં સેંકડોની સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હતા. આ મિશન માટે ભારતીય વાયુદળે કેટલાય દિવસો સુધી અભ્યાસ કર્યો હતો. કયાં કયા બોમ્બ ફેંકવાના છે તે પહેલેથી જ નક્કી હતું.

આ હુમલો કયારે કરવાનો છે, કઇ રીતે અંજામ આપવાનો છે તેને લઇને કોઇને ખબર નહોતી. આ સિક્રેટ મિશન અંગે પીએમ મોદી ઉપરાંત એરફોર્સના ટોચના અધિકારી અને માત્ર પાઇલટને જ ખબર હતી.  સિક્રેટ મિશન અંગે એરસ્ટ્રાઇકને અંજામ આપનાર બે પાઇલોટે કેટલીક ન્યૂઝ ચેનલો સાથે એકસકલૂઝિવ વાતચીત કરી હતી. અને આ બે પાઇલેટે પોતાના નામ જાહેર ન કરવાની શરતે બાલાકોટમાં એરસ્ટ્રાઇકની સંપૂર્ણ એકસકલુઝિવ વિગતો આપી હતી.

આ એરસ્ટ્રાઇકમાં ભાગ લેનાર  એક યુવા સ્કવોડ્રન લીડરે જણાવ્યું હતું કે અમે મિશન પહેલા અનેક સિગારેટ પીધી હતી. તેમણે જણાવ્યુ હતું કે અમને ખબર પડી હતી કે અમારૃં મિશન શું છે અને માનસિક રીતે વ્યગ્ર હતા. બે મિરાજ-૨૦૦૦ ફાઇટર પ્લેનના પાઇલટમાંથી એકે જણાવ્યું હતું કે ૧૯૭૧ના યુદ્ધ બાદ પાકિસ્તાનની અંદર  એક નિર્ધારિત લક્ષ્ય પર ઇન્ડિયન એરફોર્સના આ પ્રથમ હુમલો હતો. અમે આ સમગ્ર ઓપરેશન અઢી કલાકમાં પુરૂ કર્યુ હતુ. અમે નિશાન પર સ્પાઇસ ૨૦૦૦ સેટેલાઇટ ગાઇડેડ બોમ્બ ઝીંકયા હતા.

૨૬ ફેબ્રુઆરીના રોજ સવારે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ઓપરેશન પાર પાડ્યું હતું. સ્ટ્રાઇકના થોડા દિવસો અગાઉ જ અમારી તાલીમ શરૂ થઇ ગઇ હતી. મિરાજ વિમાનો સતત ઉડાન ભરી રહ્યા હતા અને ટાર્ગેટ સુધી પહોંચવાની પ્રેકિટસ કરી રહ્યા હતા. એ વખતે વિમાનોમાં કોઇ પણ પ્રકારનું પે-લોડ લાગેલુ ન હતું. મિશનના બરાબર એક દિવસ પહેલાં સાંજે ૪ વાગ્યાની આસપાસ એરક્રાફટ મેન્ટેનન્સ ટીમને જણાવાયું હતું કે મિરાજમાં કેવા કેવા પ્રકારના બોમ્બ અને મિસાઇલ છે છ-છ મિરાજ વિમાનોના માટે ૧૨ પાઇલટની પસંદગી આવી હતી. સ્પાઇસ બોમ્બ ઝીકી ૬૦ થી ૯૦ સેકન્ડમાં અમે એરફિલ્ડ નજીક લેન્ડ કર્યુ હતુ કર્યા બાદ અમે બે દિવસ સુધી રહ્યા હતા.

(3:23 pm IST)