Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કાલે અમિત શાહ કાશ્મીરના પ્રવાસેઃઅમરનાથ યાત્રાની સમીક્ષા કરશે

નવી દિલ્હી તા. રપઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આવતી કાલ ર૬ જૂને કાશ્મીર પ્રવાસે જશે. કાશ્મીરમાં અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરશે.

અમરનાથ યાત્રા ૧ જુલાઇથી શરૂ થનાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે અમિત શાહનો કાશ્મીરનો આ પ્રથમ પ્રવાસ છે. અમરનાથ યાત્રાની સુરક્ષાને લઇને અમિત શાહ અગાઉ પણ સીઆરપીએફના ડીજી સાથે બેઠક કરી ચુકયા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મકીરના રાજયપાલ સત્યાલ મલિકે ૧ જૂને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને રાજયમાં સુરક્ષાની સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા.

બેઠક દરમિયાન રાજયપાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે જાણકારી હતી.

૪૬ દિવસની આ યાત્રા ૧ જુલાઇથી શરૂ થશે અને ૧પ ઓસ્ટ શ્રાવણી પૂર્ણિમાએ સંપન્ન થશે. અમરનાથ યાત્રાના સંદર્ભમાં જમ્મુ રેલવે સ્ઉટેશને પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને યાત્રા દરમિયાન સીસી ટીવી કેમેરા, ડોગ સ્કવોડ અને જોઇન્ટ કંટ્રોલ રૂમથી અમરનાથ યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

(3:22 pm IST)