Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ગુજરાત રાજયસભા ચૂંટણી જંગ

સુપ્રિમ કોર્ટનો કોંગ્રેસને ફટકોઃ અરજી ફગાવીઃ ભાજપનો વિજય નિશ્ચિત

સુપ્રિમ કોર્ટે પરેશ ધાનાણીની ચૂંટણી પંચ વિરૂધ્ધની અરજી ઉપર સુનાવણીનો ઇન્કાર કર્યો : ચૂંટણી અલગ-અલગ બેલેટથી જ થશે : પંચના નિર્ણયને કોર્ટે માન્ય રાખ્યો

નવી દિલ્હી, તા. રપ : ગુજરાતમાં રાજયસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે.

રાજયસભાની બે અલગ અલગ બેઠક પર ચૂંટણી કરાવવા મુદ્દે કોંગ્રેસને હાઇકોર્ટમાંથી ઝટકો આપવામાં આવ્યો છે. ગુજરાતમાં રાજયસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે, જેથી કોર્ટના આદેશ બાદ ભાજપના બન્ને ઉમેદવારોની જીત નિશ્યિત થઇ ગઇ છે. હવે હાઇકોર્ટે કોંગ્રેસને ઝાટકો આપ્યા બાદ 5 જુલાઈએ રાજયસભાની ચૂંટણી માટે મતદાન થશે. SC ચૂંટણી બાદ કોંગ્રેસને HC‚ કેસ દાખલ કરવા જણાવ્યું છે.

આજે સુપ્રીમ કોર્ટમાં EC પોતાનો પક્ષ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ ચૂંટણીપંચના આદેશ મુજબ જ ચૂંટણી યોજાશે.EC આજે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, અમે રેગ્યુલર સીટ માટે એક સાથે ચૂંટણી કરીએ છીએ. તેમાં કોઇ નવાઇ નથી. અમે છેલ્લા 57 વર્ષથી આ જ રીતે ચૂંટણી કરાવતા આવ્યા છીએ.

EC સુપ્રીમ કોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી HC, બોમ્બે HC ચુકાદાને આધારે અમે ચૂંટણી કરાવીએ છીએ. જયારે પેટા ચૂંટણી માટે અલગ અલગ જ ચૂંટણી થાય છે.

રાજયસભાની બે બેઠકો માટે અલગ અલગ મતપત્રકથી ચૂંટણી આયોજિત કરવા મામલે કોગ્રેસે સુપ્રીમના દ્વારા ખટખટાવ્યા હતા.અને આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનું પણ નક્કી કર્યુ હતું. કોંગ્રેસે ચંદ્રીકાબેન ચુડાસમા, કરસનદાસ સોનેરી અને ગૌરવ પંડ્યાનું નામ નક્કી કર્યા હતા. જેમાંથી ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબહેનની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ઉમેદવાર ઉતારવા કે નહિ તે મામલે હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓ પર નિર્ણય છોડ્યો હતો. ચૂંટણી હારી જાય તો પણ કાયદાકીય લડત લડી શકે તે માટે ચૂંટણી લડવાનો નિર્ણય કરાયો છે.

મહત્ત્વનું છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભામાં જીત બાદ ગુજરાતમાં બે રાજયસભાની સીટ ખાલી પડી હતી. ત્યારે આ બંને સીટો પર ચૂંટણી પંચે જાહેરાનામું પાડી અને અલગ-અલગ ચૂંટણી કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇ કોંગ્રેસે વિરોધ કર્યો અને બંને સીટો પર એક સાથે ચૂંટણી કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી

ત્યારે ચૂંટણી પચે પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, છેલ્લા ૫૭ વર્ષોથી આ રીતે ચૂંટણી કરાવતા આવ્યા છીએ અને પેટા ચૂંટણી માટે અલગ-અલગ જ ચૂંટણી થાય છે. દિલ્હી હાઇકોર્ટ અને બોમ્બે હાઇકોર્ટના ચુકાદાના ચુકાદાના આધારે ચૂંટણી કરાવીએ છીએ અને ચૂંટણી પંચના આ જવાબને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવતા કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે. એટલે હવે આગામી ૫ જૂલાઇએ ગુજરાતની બે રાજયસભાની ચૂંટણી માટે અલગ-અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે.ઙ્ગ

જયારે ભાજપના બંને ઉમેદવારો ઉમેદવારી નોધાવી છેઉમેદવારી પહેલા બંને મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાદ્યાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા,પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, કેબિનેટમંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

જયારે કોંગ્રેસ પણ પોતાના બે ઉમેદવારોને પેટાચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવારી કરે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે.

(3:17 pm IST)