Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

છેડતીનો વિરોધ કરતા બદમાશોએ પરિવાર પર ચડાવી દીધી ગાડી:બે મહિલાના કચડાઈ જવાથી મોત :બે ગંભીર

પરિજનો અને ગ્રામજનોનો જોરદાર હોબાળો :મૃતદેહ રસ્તામાં મૂકીને ચક્કાજામ કર્યો

યુપીમાં ફરીવાર બદમાશી બહાર આવી છે જેમાં છેડતીનો વિરોધ કરનાર પરિવારજનોએ પે બદમાશોએ ગાડી ચડાવી દેતા બે મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જયારે બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે

આ અંગે મળતી વિગત મુજબ ઉત્તરપ્રદેશના બુલંદશહેરના ચાંદપુર ગામમાં છેડતીનો વિરોધ કરી રહેલા એક પરિવાર પર દબંગોએ ગાડી ચઢાવી દેતા  કચડાઇ જવાને કારણે  બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઉગ્ર પરિવારજનો અને ગ્રામ જનોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો.પરિવાર જનોએ મૃતદેહને રસ્તા પર મુકીને રસ્તો જામ કરી દીધો હતો. બીજી તરફ આ ઘટનાને પોલીસ અને હોસ્પિટ તંત્ર દુર્ઘટના ગણાવી રહ્યું છે

પોલીસનું કહેવું છે કે, ગત રાત્રીએ જ્યારે આ ઘટના થઇ ત્યારે પરિવારના સભ્યોએ ટ્રકથી કચડાઇ જવાની સૂચના આપી હતી. બાદ માં પરિવારે આ ઘટનાને છેડતીની ઘટનાનો જ હિસ્સો બતાવતા કહ્યું કે, પરિવારના ચાર સભ્યો પર પાછળથી કાર ચઢાવી દેવા હતી

   પોલીસે આ મામલે રોડ દુર્ઘટનાની ફરિયાદ નોંધી હતી, જ્યારે હવે કહી રહી છે કે તે 30 વર્ષના ઉંચી જાતિના યુવક દ્વારા દલિત પરિવાર પર ગાડી ચઢાવવાના આરોપની તપાસ કરી રહી છે. પોલીસ પાસે સીસીટીવી ફુટેજ છે. જેમા એક કાર ઝડપી ગતિએ રસ્તા પર જતી દેખાય છે. અને તેની પાછળ લોકો દોડી રહ્યા છે.

સ્થાનિય લોકો દ્વારા રિકોર્ડ કરવામાં આવેલ એક વીડિયોમાં એક છોકરી આખા મામલાની જાણકારી આપતી નજરે પડી રહી છે. જેમા છોકરી જણાવે છે કે એક યુવક કેવી રીતે છેડતી કરી રહ્યો છે અને જેણે થોડી વાર પહેલા ધમકી આપી હતી.

(1:08 pm IST)