Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાહુલ રાજીનામા માટે મક્કમઃ તમામ રાજ્યોની કમિટીઓ વિખેરી નાખી

નવી દિલ્હી તા.૨૫: લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધતી જઇ રહી છે. રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપવા મક્કમ છે. આ દરમ્યાન કોંગ્રેસે તમામ રાજ્યોમાં પ્રદેશ કમિટીઓને ભંગ કરી દીધી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોગ્રેંસ કાર્ય સમિતિએ અધ્યક્ષ પદ પર સંભવિત નામ ફાઇનલ કરી દીધું છે. એ એને લઇને ટૂંક સમયમાં જ સમિતિની મીટિગ થશે, જેમાં છેલ્લી વાર સમિતિની ગાંધીને રાજીનામું ન આપવા વિશે સમજાવવામાં આવશે. ત્યાર બાદ પણ જો તેઓ નહીં માને તો નવા અધ્યક્ષનું નામ ફાઇનલ કરી દેવામાં આવશે. કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે અનેક સિનિયર નેતાઓનાં નામ ચર્ચામાં છે. તેઓમાંથી રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનું નામ સૌથી આગળ હોવાનું ચર્ચાય છે.

(11:23 am IST)