Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સંસદમાં રજુ થયો રીપોર્ટ

૩૦ વર્ષમાં ભારતીયોએ ૩૪ લાખ કરોડનું કાળ નાણુ વિદેશમાં મોકલ્યાનું અનુમાન

નવી દિલ્હી, તા.૨૫: ભારતીયોએ ૧૯૮૦થી વર્ષ ૨૦૧૦ દરમિયાન ૩૦ વર્ષના વર્ષના સમયગાળામાં અંદાજે ૨૪૬.૪૮ અબજ ડોલર (૧૭,૨૫,૩૦૦ કરોડ રૂપિયા)થી લઈને ૪૯૦ અબજ ડોલર (૩૪,૩૦,૦૦૦ કરોડ રૂપિયા)ની વચ્ચે કાળુ નાણું દેશની બહાર મોકલ્યું. ત્રણ અલગ અલગ દિગ્ગજ સંસ્થાઓ એનઆઈપીએફ, એનસીએઈઆર અને એનઆઈએફએમ એ તેમના અભ્યાસમાં આ જાણકારી આપી.

સોમવારે લોકસભામાં રજૂ કરાયેલા ફાઈનાન્સ પર સ્ટેન્ડિંગ કમિટીની એક રિપોર્ટ અનુસાર, ત્રણેય સંસ્થાઓએ તેમના અભ્યાસમાં જાણ્યું કે, જે સેકટર્સમાં સૌથી વધુ કાળુ નાણુ જોવા મળ્યું છે તેમાં રિયલ એસ્ટેટ, માઈનિંગ, ફાર્માસ્યુટિકલ્સ, પાન મસાલા, ગુટખા, તંબાકુ, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજયુકેશનનો સમાવેશ થાય છે.

કમિટીએ 'સ્ટેટસ ઓફ અનિશ્યિત આવક/ વેલ્થ બંન્ને ઈનસાઈડ એન્ડ આઉટસાઈડ ધ કન્ટ્રી-એ ક્રિટિકલ એનાલિસિસ' નામના રિપોર્ટમાં કહ્યું છે કે, કાળુ નાણુ પેદા થવું કે, એકત્ર થવાને લઈને કોઈ વિશ્વસનીય અનુમાન નથી અને આ રીતેનું અનુમાન લગાવવા માટે કોઈ સર્વમાન્ય રીત પણ નથી.

રિપોર્ટ અનુસાર નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER)એ તેમના અભ્યાસમાં કહ્યું કે, ભારતમાંથી ૧૯૮૦થી ૨૦૧૦ના વચ્ચે ૨૬,૮૮,૦૦૦ લાખ કરોડ રૂપિયાથી લઈને ૩૪,૩૦,૦૦૦ લાખ કરોડ રૂપિયાનું કાળુ નાણુ વિદેશ મોકલવામાં આવ્યું.

તો નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફાઈનાન્શિઅલ મેનેજમેન્ટ (NIFM)એ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધારા (૧૯૯૦-૨૦૦૮) દરમિયાન લગભગ ૧૫,૧૫,૩૦૦ કરોડ રૂપિયાનું કાળુ નાણુ ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવ્યું

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ફાઈનાન્સ (NIPPF)એ કહ્યું કે, ૧૯૯૭-૨૦૦૯ દરમિયાન દેશનું દ્યરેલુ ઉત્પાદન (જીડીપી)ના ૦.૨ ટકાથી લઈને ૭.૪ ટકા કાળુ નાણુ વિદેશમાં મોકલવામાં આવ્યું.

(10:05 am IST)