Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

નોકરીમાંથી રજા ન લેતા લોકો પર હોય છે બીમારીનું જોખમ

નવી દિલ્હી, તા.૨૫: આજની ખૂબ જ વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં રજાઓ માટે સમય કાઢવો જોઈએ જેનાથી સ્ટ્રેસમાંથી તો રાહત મળશે સાથે હૃદયની બીમારીઓથી પણ બચી શકાશે. સાઈકોલોજી અને હેલ્થ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં સામે આવ્યું છે કે રજાઓ મેટાબોલિક સંબંધી લક્ષણોને દ્યટાડવામાં મદદરૂપ થાય છે જેનાથી હ્રદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.

અમેરિકા સ્થિત સિરેકયૂજ યુનિવર્સિટીના પ્રોફેસર બ્રાયસ હ્યૂસ્કાએ કહ્યું છે કે, 'અમે રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે વ્યકિતઓએ છેલ્લા ૧૨ મહિનામાં કયારેક જ રજા લીધી છે તેમનામાં મેટાબોલિક સિંડ્રોમ અને મેટાબોલિક લક્ષણોનું જોખમ ઓછું છે. તેમણે વધુમાં કહ્યું કે, 'મેટાબોલિક સિંડ્રોમ હૃદયની બીમારીઓ માટે જોખમકારક છે.'

તે મહત્વનું છે કે આપણે જોયું છે કે જે વ્યકિત વારંવાર રજાઓ પર જાય છે તેનામાં હૃદય રોગનું જોખમ ઓછું જોવા મળે છે. કેમ કે રજાઓને કારણે મેટાબોલિક લક્ષણ બદલી શકાય છે.

(10:05 am IST)