Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

હુર્રિયતના નેતા ભારતીય સંવિધાન પ્રત્યે નિષ્ઠાની શપથ લ્યે પછી જ વાતચીત કરાશે :ભાજપની શરત

-ત્રિપક્ષીય બેઠક બોલાવવાની વાતથી ભાજપે રાખી શરત : હુર્રિયત કોન્ફ્રેંસ સાથે વાતચીતનો વિરોધ કર્યો

 

ફોટો નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીર ભાજપે કહ્યું હતું કે પહેલા હુર્રિયતના નેતા ભારતીય સંવિધાન પ્રત્યે નિષ્ઠાની શપથ લે, પછી   તેમની સાથે વાતચીત કરવામાં આવશે. નિવેદન હુર્રિયત કોન્ફ્રેસના ચેરમેન મીરવાઇજ ઉમર ફારુકના કાશ્મીરી નેતાઓ, ભારત તથા પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય બેઠક બોલાવવાની વાત કરવામાં આવ્યા બાદ કરાયું છે

   અત્રે ઉલ્લેખનીય છે કે મીરવાઇજે તેમાં કાશ્મીર મુદ્દાને જોડવાની વાત કરી હતી.

  ભારતીય જનતા પાર્ટીએ હુર્રિયત કોન્ફ્રેંસ સાથે વાતચીતનો વિરોધ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, અલગાવવાદીઓ સાથે કોઇપણ વાતચીત કરવી તે પાછું ડગલુંભર્યું લાગે છે.

  ભાજપ પ્રવક્તા અનિલ ગુપ્તાએ એક નિવેદન આપતા કહ્યું કે, જોઇન્ટ રેસિસ્ટેંસ લીડરશીપને સાર્વજનિક રીતે જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો નિર્વિવાદ પણે માની લેવો જોઇએ. તેમણે ભારતના સંવિધાન માટે નિષ્ઠા પ્રગટ કરવી જોઇ અને સીમાની અંદર વાતચીત કરવી જોઇએ.

  અત્રે ઉલેલ્ખનીય છે કે ભાઅગાઉ જમ્મુ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકે શનિવારના રોજ કહ્યું હતું કે હુર્રિયતે પોતાનું વલણ નરમ કર્યું છે, ગત ઓગસ્ટમાં રાજ્યપાલ બન્યા બાદથી વાતચીત માટે તૈયાર છે. મામલે ગુપ્તાએ કહ્યું કે, કોઇપણ હુર્રિયત નેતાએ પોતાના વર્તનમાં કોઇપણ પ્રકારના બદલાવના સંકેત આપ્યા નથી અને માત્ર કેન્દ્ર સાથે વાતચીતની અપીલ કરવાથી તેમના વલણમાં કોઇપણ પ્રકારના બદલાવના સંકેત નથી

(1:06 am IST)
  • દોસ્તીને બાજુએ રાખીને આજે ટકરાશે જોફ્રા આર્ચર અને સ્ટીવન સ્મિથ: મી ફાઈનલથી ફાઈનલ સુધીની દાવેદારીમાં બંને આપશે એકમેકને જબરદસ્ત ટક્કર : બપોરે ૩ વાગ્યાથી મેચ access_time 11:47 am IST

  • રાજયમાં અનેક જિલ્લામાં મેઘસવારીઃ રવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદઃ દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ access_time 5:45 pm IST

  • ઉતરી જર્મનીમાં બે યુરોફાઈટર જેટ અથડાતા એક પાયલોટનું મોત :જર્મન વાયુસેના મુજબ બે યુરોફાઈટર ઉતરી જર્મનીના મધ્યમાં દુર્ઘટનાગ્રસ્ત થતા એક પાયલોટનું હોત નીપજ્યું :આ યુદ્ધક વિમાન એયર કોમ્બેટ મિશન પર હતા access_time 1:13 am IST