Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

યુ.એસ.માં નોનપ્રોફિટ IACFNJના ઉપક્રમે સ્કોલરશીપ વિતરણ સમારંભ યોજાયોઃ નોર્થ તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલના સ્ટુડન્ટસને કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે સ્કોલરશીપ અપાઇ

(ફોટો.IACFNJ)(૩) હેડીંગમાં

(૧-૨-૩-૪-૫) મેટરમાં

 

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.ના ન્યુજર્સીમાં નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ ન્યુજર્સી (IACFNJ)ના  ઉપક્રમે ૫ જુન તથા ૧૨ જુન ૨૦૧૯ના રોજ નોર્થ બ્રન્સીવક તથા સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલ સ્ટુડન્ટસને સ્કોલરશીપ આપવાનો પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ અગાઉ ૨૦૧૮ની સાલમાં નોર્થ બ્રન્સવીક હાઇસ્કૂલ સ્ટુડન્ટસને સ્કોલરશીપ આપ્યા બાદ આ વર્ષે સાઉથ બ્રન્સવીક હાઇસ્કૂલ સ્ટુડન્ટસને પણ આવરી લેવાયા હતા. જેમાં લીટરેચર તથા કોમ્યુનીટી સર્વિસ લીડરશીપ માટે ૪ સ્ટુડન્ટસને આવરી લેવાયા હતા. ૫ જુનના રોજ નોર્થ બ્રન્સવીક મુકામે યોજાયેલ સ્કોલરશીપ  એવોર્ડ સેરિમનીમાં ૨ સ્ટુડન્ટસ ૧૨ જુનના રોજ સાઉથ બ્રન્સવીક મુકામે ૨ સ્ટુડન્ટસને સ્કોલરશીપ એવોર્ડ આપી નવાઇવામાં આવ્યા હતા. આગળ જતા લીડરશીપ તથા શૈક્ષણિક ક્ષેત્રે વધુ સ્ટુડન્ટસને એવોર્ડ આપવા IACFNJ કટિબધ્ધ છે.

IACFNJના એકઝીકયુટીવ બોર્ડમાં શ્રી હિતેષ પટેલ (ચેરમેન) ડો.તુષાર પટેલ (પ્રેસિડન્ટ) શ્રી મહેશ પટેલ તથા શ્રી દેવેન પટેલ (વાઇસ પ્રેસિડન્ટસ) શ્રી મેક શાહ (સેક્રેટરી) શ્રી રાજેશ શાહ (ટ્રેઝરર) તથા સુશ્રી સુરભિ અગ્રવાલ (જોઇન્ટ સેક્રેટરી) તરીકે સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત ટ્રસ્ટીઓ તરીકે શ્રી રાવજીભાઇ પટેલ, શ્રી રેવો નાવાણી, શ્રી મુર્થી પેરામીલ્લી, તથા શ્રી જાધવ ચૌધરી સેવાઓ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે IACFNJ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થાય છે તેમજ ભારતીય તહેવારોની ઉજવણી દ્વારા ભાળિ પેઢીને ભારતીય સંસ્કૃતિથી વાકેફગાર કરાય છે.

આગામી ૨૮ જુલાઇ ૨૦૧૯ના રોજ વેસ્ટ વિન્ડસર મુકામે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા દરમિયાન સમર પિકનીકનું આયોજન કરાયું છે.

તેમજ નવરાત્રિ ગરબા મહોત્સવની ઉજવણી અંગે આગામી દિવસોમાં કાર્યક્રમ જાહેર કરાશે. વિશેષ માહિતી માટે www.IACFNJ.org દ્વારા અથવા incfnj@yahoo.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવુ IACFNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ (૮૪૮-૩૯૧-૦૪૯૯)ની યાદી જણાવે છે.

(12:00 am IST)