Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભારે ઉદાસીનતાના કારણે BSNL ભારે મુશ્કેલીમાં

આધુનિકરણની યોજનામાં વિલંબ કારણરૂપ :બીએસએનએલ પાસે હજુ ફોરજી સ્પેકટ્મ સુવિધા નથી

નવી દિલ્હી,તા. ૨૪  : મહાકાય ટેલિકોમ કંપની બીએસએનએલમાં નવા પ્રાણ ફુંકવા અને તેને ફરી બેઠી કરવા માટેની વાતચીત ઘણી હોવા છતાં સરકાર આ કંપનીમાં નવા પ્રાણ ફુંકવા માટે રોડમેપ રજુ કરવામાં નિષ્ફળ ગઈ છે. સાથે સાથે ઉધારશીનતા પણ આના માટે જવાબદાર છે. બીએસએનએલ હવે ઓપરેશન ચલાવવા માટે પણ પુરતા પ્રમાણમાં પૈસા ધરાવતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા આ સંદર્ભમાં માહિતી મેળવી હતી. બીજીબાજુ બીએસએનએલ કંપની કોઈ નવા સુધારા કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. નિરાશાનજક મેનેજમેન્ટની કામગીરી, બિનજરૂરી અને વધારે પ્રમાણમાં દરમિયાનગીરી, આધુનિકરણની યોજનામાં વિલંબ જેવા કારણોસર આ કંપનીની હાલત હવે ખુબ કફોડી બની ગઈ છે. બીએસએનલ પાસે હજુ પણ ૪જી સ્પેકટ્મ નથી. જ્યારે સરકાર ૫જી હરાજી પર કામ કરી રહી છે. આવી સ્થિતિમાં બીએસએનએલની હાલત ખરાબ થાય તે સ્વાભિવક છે. કંપનીના મોબાઈલ ગ્રાહકોના માર્કેટમાં હિસ્સેદારી ૨૦૦૪-૦૫થી રોકાઈ ગઈ છે. તેની માર્કેટ હિસ્સેદારી ૧૦ ટકાની આસપાસ રહી છે.

(12:00 am IST)