Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જિઓએ ત્રણ નવા પ્લાન કર્યા લોન્ચ:રોજ મળશે 5જીબી ડેટા

મુંબઈ :રિલાયંસ જિયોએ પોતાના પોસ્ટપેડ અને પ્રીપેડ ગ્રાહકો માટે ત્રણ નવા પ્લાન લોન્ચ કર્યા છે. ,આ પ્લાન જિયોલિંક વાઈ-ફાઈ હોટ્સપૉટ માટે જ છે. જો કે જિયોલિંક હાલ લોન્ચ થયુ નથી પરંતુ અમુક શહેરોમાં તેનું ટેસ્ટિંગ ચાલુ છે.
  આ ત્રણ નવા પ્લાનમાં 699, 2,099 અને 4,199 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. જેમાં અનુક્રમે 28,98 અને 196 દિવસ સુધી રોજના 5જીબી ડેટા મળશે

(9:21 pm IST)