Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભારે વરસાદની સાથે સાથે

ખાર, અંધેરી, મલાડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક

         મુંબઇ,તા.૨૫ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં આજે ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ હતુ. ભારે વરસાદના કારણે મુંબઈ ફરી બેહાલ છે. જુદી જુદી જગ્યાઓએ જળબંબાકારની સ્થિતિના પરિણામ સ્વરુપે જાનમાલનું ભારે નુકસાન થયું છે. વડાલા વિસ્તારમાં એન્ટોપ હિલમાં જમીન ધસી જતાં એક સાથે ૧૫થી ૨૦ કાર કાટમાળમાં દટાઈ ગઈ હતી. બીજી બાજુ થાણેમાં એક આવાસ સંકુલ ધરાશાયી થતાં બે કાર અને અન્ય વાહનો દટાઈ ગયા હતા. ભારે વરસાદની સાથે સાથે નીચે મુજબ છે.

*      વડાલાના એન્ટોપ વિસ્તારમાં જમીન ધસી જતાં ૨૫થી ૩૦ ગાડીઓ જમીનમાં ગરકાવ થઇ

*      બચાવ અને રાહત કામગીરીમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ

*      સેન્ટ્રલ રેલવેના તમામ ત્રણેય રુટ મેઇન, હાર્બર અને ટ્રાન્સ હાર્બર પર સેવા ખોરવાઈ

*      વેસ્ટર્ન લાઈન ઉપર બોરીવલી અને કાંદીવલી ખાતે ટેકનિકલ ખામી સર્જાઈ

*      થાણે અને ભાઈખલ્લા સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન લાઈન ખોરવાઈ

*      અનેક જગ્યાઓએ ડાયવર્ઝનની ફરજ પડી

*      વિરાર અને સુરત વચ્ચે ભારે વરસાદના લીધે ટ્રેનો ખોરવાઈ

*      એમજી રોડ વિસ્તારમાં મેટ્રો સિનેમા નજીક વૃક્ષ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા

*      અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા

*      દક્ષિણ મુંબઈમાં પણ ઇમારતો ધરાશાયી થવાના બનાવો બન્યા

*      મંડાવીમાં ૧૯૪, અગામીમાં ૧૨૫, નિર્મલમાં ૧૮૭, વિરારમાં ૧૭૯ મીમી વરસાદ નોંધાયો

*      નેશનલ હાઈવે નંબર ૮ પર આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી

*      મહારાષ્ટ્રના પાલઘરમાં પણ જળબંબાકારની સ્થિતિ

*      સવારમાં ઓફિસ જતાં લોકો જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા

*      દેશના વાણિજ્ય પાટનવગર મુંબઇમાં ભારે વરસાદથી જનજીવન પર અસર

*      ટ્રેન અને વિમાની સેવા પર પ્રતિકુળ અસર થઇ

*      શનિવાર બાદથી અવિરત વરસાદ જારી રહેતા સોમવારે પણ ભારે વરસાદ થયો

*      મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ ગઇ

*      મુંબઇમાં લાઇફલાઇન સમાન ગણાતી તમામ લોકલ ટ્રેન ૧૫-૨૦ મિનિટ લેટ

*      બીએમસસી દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે

*      વરસાદના કારણે સવારે ઓફિસ જતા લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા

*      સેન્ટરલ રેલવેની તમામ ત્રણેય લાઇન મેન હાર્બર, અને ટ્રાન્સ હાર્બેર પર ટ્રેન સેવાને અસર થઇ

*      જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

*      ટ્રેનની સાથે સાથે વિમાની સેવા પણ ખોરવાઇ ગઇ

*      સવારમાં વિમાનીમથકે જટિલ સ્થિતી સર્જાઇ જવાના કારણે ૩૦ મિનિટ સુધી વિમાની સેવાને અસર થઇ

*      ભારે વરસાદના કારણે સ્કુલ અને કોલેજોમાં રજા જાહેર કરવાની ફરજ પડી

*      પૂર્વીય ઉપનગરીય વિસ્તારમાં ૧૨૨ મીમી વરસાદ અને પશ્ચિમમાં ૧૪૧ મીમી વરસાદ નોંધાયો

*      ચેમ્બુરમાં કોલોનીમાં પાણી ભરાયા

*        કેટલીક કાર પણ પાણીમાં ડુબેલી નજરે પડી

(7:25 pm IST)