Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભાજપ સત્તા ઉપર આવ્યા પછી લોકોની સેવા કરવાના બદલે ખિસ્સા ખંખેરવાનું કામ, ભાજપ શાસિત રાજ્યોમાં નાગરિકોના અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છેઃ ભાજપના જ ધારાસભ્યઅે કટોકટીના દિવસો સારા હતા તેમ કહીને અમિતભાઇ શાહને રાજીનામુ ધરી દીધુ

અમદાવાદઃ રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય ઘનશ્યામ તિવારીઅે ભાજપના રાષ્‍ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને પોતાનું રાજીનામુ મોકલી દઇને હાલના દિવસો કરતા કટોકટીના દિવસો સારા હતા તેમ કહીને ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.

આજે 25મી જુનને ભાજપ કાળો દિવસ તરીકે બનાવી રહ્યુ છે. પરંતુ રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય ઘનશ્યામ તિવારીએ પોતાનું રાજીનામુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને મોકલી આપતા કહ્યુ છે કે હાલમાં જે સ્થિતિ છે તેના કરતા તો કટોકટીના દિવસો સારા હતા. ભાજપ સત્તા ઉપર આવ્યા પછી લોકોની સેવા કરવાને બદલે કઈ રીતે લોકોના ખીસ્સામાં પૈસા કાઢી લેવાનું જ કામ ચાલી રહ્યુ છે અને ભાજપ શાશિત રાજ્યોમાં નાગરિકોના અધિકારો ઉપર તરાપ મારવામાં આવી રહી છે.

ઘનશ્યામ તિવારીએ અમિતભાઇ શાહને પાઠવેલા પત્રમાં જણાવ્યુ કે 1975 માં કટોકટી લાદવામાં આવી ત્યારે તેમણે ઘણી યાતનાઓ સહન કરી હતી પણ આજે તેના કરતા પણ વધુ અસ્હય સ્થિતિ છે. તેઓ બાળપણથી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ જોડાયેલા હતા પણ રાજસ્થાનની જ વાત કરીએ તો ભાજપના નેતાઓ કઈ રીતે લોકોના ખીસ્સામાંથી પૈસા કાઢી શકાય તેનો જ વિચાર કરતા હોય છે. જેમાં વંસુધરા રાજે દ્વારા ધારાસભ્યના પગાર વધારા અને પુર્વ મુખ્યમંત્રીને મળનારી સગવડોના કાયદામાં કરેલો ફેરફાર સૌથી મોટુ ઉદાહરણ છે. તિવારીએ જણાવ્યુ હતું કે હવે તેઓ ભારત વાહીનીમાંથી પોતાની બેઠક સાંગાનેરથી ફરી ચૂંટણી લડશે.

(6:00 pm IST)