Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

'' ખાન-એ-ખાનન'' આ એ મકબરો છે જેને જોઇને શાહનહાંનને તાજમહેલ બંધાવવાની પ્રેરણા મળી

નવી દિલ્હી તા ૨૫ : શાહજહાં દ્વારા તેમના પ્રતીક સમાન તાજમહેલ બંધાવ્યાના લગભગ ૫૦ વર્ષ અગાઉ અકબરના દરબારના દિવાન અને કવી અબ્દુર રહેમાન ખાન-એ-ખાનને  પોતાની પત્ની માહેબાનુની યાદમાં એક મકબરો બનાવડાવ્યો હતો. મહિલા માટે બંધાયેલ આ પ્રથમ મોગલ મકબરો હતો. ઇ.સ ૧૫૯૮ માં રહીમે પોતાની પત્નીના મોત બાદ આ મકબરો તૈયાર કરાવ્યો હતો.

રહીમ પાસે આ મકબરો તૈયાર કરાવવા પુરતા પૈસા નહીં હોવાથી એક મોટા ઉદ્ધાનમાં થોડા ઘણાં ફેરફારો સાથે કબર તૈયાર કરવામાં આવી હતી. આ બાંધકામની ખાસ વાત એ હતી કે, આ મકબરો હુમાયુના મકબરાના પ્રતિબીંબ સમાન હતો. તેના બાંધકામમાં ઘણી સમાનતા જોવા મળી હતી. ઇ.સ. ૧૫૫૬ થી ૧૬૦૫ ના સમયમાંઅબ્દુર રહીમ મોગલ બાદશાહ અકબરના  દરબારના અગ્રણી મંત્રીઓ પૈકીના એક હતા તે અકબરના 'નવરત્નો' માં સામેલ હતા. જેમણે પોતાના શાન અને કોૈશલ્યને આધારે અકબરના દરબારની ખ્યાતિમાં વધારો કર્યો હતો. ઘણા ઓછા લોકો જાણે છે. કે  કવિ અને  સંગીતકાર તરીકે ઓળખાતા અબ્દુર રહીમ એક કુશળ આર્મી જનરલ અને કમાન્ડર હતા. જેમણે ઘણી જંગમાં અકબરની સેનાનું નેતૃત્વ કર્યુ હતું આ મકબરો  હજુ સુધી  દિલ્હીના આકર્ષણો પૈકીનો એક છે.

અબ્દુર રહીમના મોત બાદ તેમને પણ આ જ મકબરામાં પોતાની પત્નીની બાજુમાં દફનાવવામાં આવ્યા હતા. બિલકુલ તેવી જ રીતે જેમ તાજમહેલમાં શાહજહાં અને તેમના પત્નીની કબરો છે. આ મકબરો નવી દિલ્હીના મથુરા રોડ પર સ્થિત છે.આ મકબરો દિલ્હીમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

૨૦૧૪મા ં સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચરને અબ્દુર રહીમના મકબરામાં સમારકામ કરવા અનુરોધ કર્યો હતો. હવે ૨૦૧૪ થી ૧૬ મી સદીની આ ઇમારતમાં આગાખાન ટ્રસ્ટ દ્વારા સમારકામ ચાલી રહ્યું છે. આ કામમાં ભારતીય પુરાતત્વ વિભાગ પણ સામેલ છે. આ ઇમારત ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે, જેથી તેના સમારકામમાં ખુબ સમસ્યા સર્જાતી હોવાનું આગાખાન ટ્રસ્ટના મુખ્ય અધિકારી રતીશ નંદાએ જણાવ્યું હતું.

(3:49 pm IST)