Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સર્વિસ આપવા માટે ઇન્ટરનેટ કંપનીઓ હવે આધાર માંગે છે

આધાર નંબર અપલોડ કરવા કસ્ટમરોને સુચના

બેંગલોર,તા.૨૫ : ઇન્ટરનેટ કંપનીઓ તેમની સેવાનો લાભ મેળવી લેવા માટે કસ્ટમરો પાસેથી હવે આધાર નંબર મેળવી રહી છે. એમેઝોન જેવી મહાકાય કંપનીઓ કસ્ટમરોને તેમના આધાર નમ્બર અપલોડ કરવા માટે કહી રહી છે. બેગ્લોર સ્થિત અનેક કંપનીઓ અને દેશની કેટલીક કંપનીઓ પણ આ પ્રકારની રજૂઆત કસ્ટરોને કરી રહી છે.

એમેઝોન ઇન્ડિયાના પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ છે કે કસ્ટમરોની ઓળખની ખાતરી કરવા માટે આ માગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ છે કે અમે હવે સરકાર દ્વારા પ્રમાણપત્ર ધરાવતા આધાર નંબર રજૂ કરવા માટે કસ્ટમરોને કહી રહ્યા છીએ. તેમણે કહ્યુ છે કે આધાર નંબર વગર પણ કામ થઇ રહ્યા છે. જો કોઇ કસ્ટમરો આધાર નંબર આપી શકતા નથી તો અન્ય વિગત પર આધારિત માહિતી માંગવામાં આવી રહી છે. જુન મહિનામાં આધારને લઇને પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી.

દેશભરમાં મોટા પ્રમાણમાં લોકોને આધાર આપી દેવામાં આવ્યા છે. હવે ખુબ ઓછા લોકો રહી ગયા છે. બીજી બાજુ ઝુમકારના પ્રવકતાએ કહ્યુ છે કે આધાર શ્રેષ્ઠ ઓળખ તરીકે છે. નવેસરના દસ્તાવેજો બેંક ખાતા સાથે પણ કનેક્શન ધરાવે છે. મોબાઇલ વોલેટ પેટીએમે પણ તેમની આધારની વિગત રજૂ કરવા માટે તેમના યુઝરોને અપીલ કરી ચુકી છે. કેબ સેવા આપનાર કંપનીઓ ઉબેર અને ઓલા જેવી કંપનીઓ પણ તેમના પ્લેટફોર્મમાં આધારને સામેલ કરવા માટે કહી ચુક્યા છે.

હાલમાં આધારનો ઉપયોગ સરકારની સબસિડી મેળવી લેવા માટે કરવામાં આવે છે.ય સબસિડી હવે સીધી રીતે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ફોન કનેક્શન મેળવી લેવા માટે પણ હવે આધારની વિગત માંગવામાં આવે છે. આધાર કાર્ડને લઇને લોકોમાં વધારે જાગૃતિ જગાવવા માટેના પ્રયાસો પણ વ્યાપક સ્તર પર કરવામાં આવી ચુક્યા છે.(૨૧.૨૬)

 

(3:40 pm IST)