Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઉંમરગામ પંથકમાં મુશળધાર ૧૮ ઇંચ... જળબંબાકાર

પાલઘર, ધોલવડ, ઉંદવાડા, ભીલાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જનજીવનને અસર - વાહન વ્યવહાર ખોરવાયો

રાજકોટ તા.રપ : છેલ્લા ૪ દિવસથી સક્રિય થયેલી ચોમાસાની સિસ્ટમ્સની ધારણા મુજબ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસ સામાન્ય વરસાદ બાદ ગઇકાલે વલસાડ પંથકના ઉંમરગામ વિસ્તારને મેઘરાજાએ ધમરોળી મુશળધાર વરસાદ વરસાવ્યો છે.વલસાડ તાલુકાના ઉંમરગામ પંથકમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૮ ઇંચ વરસાદ ખાબકયો છે. ઉંમરગામ ધામ તાલુકાના પાલઘર, ઘોલવડ, ઉદવાડા, ભીલાડ અને સહિતના વિસ્તારોમાં છેલ્લા ર૪ કલાકમાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળબંબોળ થઇ ગયો છે.ઉંમરગામ પડેલા ભારે વરસાદને કારણે જનજીવન ભારે અસર પડી છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલવે વ્યવહાર ૪ કલાક મોડો થયો છે. જયારે રાજમાર્ગો ઉપર પાણી ફરતા બસ, ટ્રક, સહિતના ભારે વાહનો પણ થંભી ગયા છે. સલામત સ્થળે પહોંચી રહયા છે.ભારે વરસાદને પગલે શાળા કોલેજો અને અન્ય કચેરીમાં  લોકોની હાજરી ઓછી જણાય છે. આજે બપોરે આ લખાય છે ત્યારે ઉંમરગામ પંથકમાં ઘટાટોપ વાદળો વચ્ચે વરસાદનું જોર યથાવત છે. વરસાદ ભારે માત્રામાં વરસી રહયો છે.

(3:27 pm IST)