Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મુંબઈમાં ભારે વરસાદથી બિલ્ડીંગ પરિસરની દીવાલ ધરાશાયી :લોકો બિલ્ડિંગમાં ફસાયા :15 ગાડીઓ ફસાઈ :સાતને ભારે નુકશાન

મુંબઈમાં ભારે વરસાદને કારણે ઍન્ટોપ હિલની લોયડ એસ્ટેટમાં બનેલી ઘુડસવાર પરિસરની દીવાલ અચાનક પડી ગઇ હતી. વિદ્યાનગર કોલેજની પાસે જ બનેલી આ ઘટનામાં અનેક લોકો ફસાયા છે અને 15 કાર ફસાઇ ગઇ છે આ ઘટાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં સાત ગાડીઓને ભારે નુકસાન થયુ છે.

(12:23 pm IST)