Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

અરે વાહ... આવતા વર્ષે ૪૪૦૦૦ સુધી પહોંચશે સેન્સેકસ

મોર્ગન સ્ટેનલીના રીસર્ચમાં અનુમાન

નવી દિલ્હી તા. ૨૫: ભારતીય શેરબજારમાં જો તેજી ચાલશે તો બીએસઇનો સેન્સેકસ ૨૦૧૯માં ૪૪૦૦૦ પહોંચી શકશે. જો કે આવી સંભાવના ૩૦% છે. મોર્ગન સ્ટેન્લીના એક રીસર્ચ રીપોર્ટમાં આવું અનુમાન કરાયું છે.

રીપોર્ટ પ્રમાણે સેન્સેકસ જુન ૨૦૧૯ સુધી ૩૬૦૦૦ની આજુબાજુ રહેશે. બીજા બજારોની સરખામણીએ ભારતીય શરેબજારોનું પ્રદર્શન સારૂ રહેશે પણ એકંદરે રીટર્ન સીમીત રહેશે કારણકે વિશ્વના બીજા શેરબજારોનો દેખાવ ઢીલો રહેશે. બજારોને મોટા નાણાકિય ભાવાંકથી પ્રોત્સાહન મળશે પણ ક્રુડ ઓઇલના ભાવ તેની ઝડપ પર લગામ મુકી શકે તેમ છે.

રીપોર્ટમાં કહેવાયું છે કે, અમને ૨૦૧૮ અને ૨૦૧૯માં મજબુત આર્થિક વૃધ્ધિની આશા છે. નિકાસ, સરકારી ખર્ચ તથા ખાનગી ક્ષેત્રના ખર્ચમાં શરૂઆતી તેજીના લીધે આ મજબુતીની આશા છે. ૨૦૧૮ના વર્ષમાં મુદ્રા નીતીમાં પણ સખ્તાઇ જોવાઇ રહી છે.

સેન્સેકસની ૩૫૦૦૦ સુધીની સફર ૨૫ જુલાઇ ૧૯૯૦- સેન્સેકસ પહેલીવાર ૧૦૦૧ ઉપર બંધ થયો, ૬ ફેબ્રુઆરી ૨૦૦૬-સેન્સેકસ ૧૦૦૦૦ સુધી પહોંચ્યો, ૧૧ ડીસે. ૨૦૦૭-સેન્સેકસ ૨૦૦૦૦ પહોંચ્યો, ૧૬ મે ૨૦૧૪- સેન્સેક પહેલીવાર ૨૫૦૦૦ ને પાર પહોંચી ગયો, માર્ચ ૨૦૧૫- સેન્સેકસ ૩૦૦૦૦ પહોંચ્યો, ૧૭ જાન્યુઆરી ૨૦૧૮-સેન્સેકસ ૩૫૦૦૦ ઉપર ગયો. (૧.૫)

(11:50 am IST)