Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દેશની લિસ્ટેડ કંપનીઓના શેર ડિમેટ સ્વરૂપમાં હશે તો જ ટ્રાન્સફર થઇ શકશે

જે શેર હોલ્ડરો પાસે શેર સર્ટીફિકેટ છે તે ડિમેટ કરાવી લે ૫ ડિસેમ્બર બાદ લિસ્ટેડ કંપનીના ડિમેટ શેર જ ટ્રાન્સફર થઇ શકશે : સેબી દ્વારા તા. ૮મી જૂનના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

મુંબઇ તા. ૨૫ : આગામી ૫ ડિસેમ્બર, ૨૦૧૮ બાદ દેશની લિસ્ટેડ કંપનીઓના શેર ડિમેટ સ્વરૂપમાં હશે તો જ ટ્રાન્સફર થઇ શકશે. સિકયુરિટી એકસચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ગત ૮મી જૂનના રોજ એક જાહેરનામું બહાર પાડીને આ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરનામાના પગલે દેશના કરોડો શેર હોલ્ડરો કે જેમની પાસે હજી હજારો કંપનીઓના શેર ર્સિટફિકેટ છે, તે ફિઝિકલ સ્વરૂપે એટલે કે કાગળમાં છે તેમણે સમયસર જાગવાનો સમય આવ્યો છે. છ મહિનામાં જ તેમના શેર ર્સિટફિકેટ ડિમેટ સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી દેવા પડશે.સેબીએ ૮ જૂને સેબી ચેરમેન અજય ત્યાગીએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે, સિકયુરિટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ, ચોથો સુધારો) રેગ્યુલેશન્સ, ૨૦૧૮માં જણાવાયું છે કે, ૧૮૦ દિવસ બાદ જો સિકયુટિરી ડિપોઝિટરીમાં ડિમેટ સ્વરૂપે નહિ હોય તો તે ટ્રાન્સફર નહિ થઇ શકે. જેનો અર્થ એવો થાય છે કે, ૫ ડિસેમ્બરથી સિકયુરિટીના ટ્રાન્સફર માટે ડિમેટ સ્વરૂપમાં તે હશે તો જ થઇ શકશે.શેરના ફ્રોડ ટ્રાન્સ્ફર અટકાવવા માટે તથા વધુ પારર્દિશતા લાવવા માટે આ સુધારો બહાર પાડવામાં આવ્યો છે. રોકાણકાર કે જે ફિઝિકલ શેર (શેર ર્સિટફિકેટ) સ્વરૂપમાં રાખે છે, તેમને ઘણી વખત કોર્પોરેટ એકશન જેવા કે બોનસ-ડિવિડન્ડ, બદલાયેલા એડ્રેસ વગેરેની અપડેટ માહિતી હોવાથી અનકલેઇમમાં બોનસ-ડિવિડન્ડ પડી રહે છે. રોકાણકારો માટે શેરપ્રોનો ફિયાસ્કો તાજેતરનું એક ઉદાહરણ છે. શેરપ્રો કે જે ફિઝિકલ શેર રાખતું હતું. તાજેતરમાં જ એપ્ટેક અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રિઝ, એશિયન પેઇન્ટ્સ લિમિટેડે પ્રો શેર ટ્રાન્સફર એજન્ટ સામે ફરિયાદ કરી હતી કે, તેણે ગેરકાયદે ડિવિડન્ડ અને શેર ફ્રોડ કરીને ટ્રાન્સફર કર્યા હતા.(૨૧.૫)

(11:50 am IST)